Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

જામનગરમાં નવ વર્ષના બાળકે મુખ્યમંત્રી રાહતનીધિમાં ૧૧,૦૦૦ અર્પણ કરીને જન્મદિનની ઉજવણી કરી

અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ૧૧,૦૦૦નો ચેક એનાયત કરી શાહ એ કરી અનેરી દેશ સેવા

જામનગર તા.૨૯: જામનગર છોટીકાશી તરીકે વિખ્યાત છે. જામનગરમાં હાલ કોરોના વાયરસ સામેની લડતમાં અનેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જામનગરના ૯ વર્ષના બાળક શ્લોક મિહિરભાઈ શાહે તેના દસમાં વર્ષના પ્રવેશના જન્મદિન નિમિત્ત્।ે અનેરી ઉજવણી કરી છે.

જન્મદિનની ઉજવણીમાં બાળકો અનેક મોજશોખ પાછળ જયારે ખર્ચ કરતા હોય છે ત્યારે આ ૯ વર્ષના બાળકે પોતાના જન્મદિન નિમિત્ત્।ેઙ્ગ રૂ. ૧૧,૦૦૦ મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે.

રાજયમંત્રીશ્રીને અનુદાનનો ચેક અર્પણ કરતાં સમયે અનન્ય ઉત્સાહ સાથે શ્લોક મિહિરભાઈ શાહે કહ્યું હતું કે, જન્મદિવસ ઉજવવાના બદલે આ રૂપિયા દ્વારા હું દેશની જે સેવા કરી શકું તે મારાથી બનતી કરવા માટે મારા જન્મદિવસની ઉજવણીના આ રૂ.૧૧,૦૦૦ હું મુખ્યમંત્રી રાહત નિધિમાં આપીને કોરોના વાઇરસની લડતમાં મારું યોગદાન આવી રહ્યો છું.

માત્ર ૯ વર્ષની ઉંમરે આવી પરિપકવતા સાથે દેશદાઝ ધરાવતા આ બાળકની અનેરી ઉજવણી અન્ય બાળકો માટે તો પ્રેરણારૂપ છે જ પરંતુ અનેક વડીલો માટે પણ આ એક પ્રેરણારૂપ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ નાની ઉંમરે આવા દેશસેવાના વિચારો બદલ રાજયમંત્રીશ્રીએ બાળકને બિરદાવ્યો હતો.

સંકલન- દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશ ફોટો- ગજેન્દ્રસિંહ જાડેજા,માહિતી બ્યુરો,જામનગર

(11:37 am IST)