Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

સુરેન્દ્રનગરમાં તોપવાળી મેલડી માઁ ખાતે ૧૬માં સર્વજ્ઞાતિય સમૂહલગ્ન સંપન્ન

મજુરોની અનેરી સેવા : મજૂરીના પૈસા બચાવી સમૂહલગ્નનું આયોજન : ૫૧ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા

વઢવાણ તા. ૨૯ : સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ પૂરૃં પાડે છે. સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં એક તરફ તોપ વાળા મેલડી માં બિરાજમાન છે ત્યારે બીજી તરફ બાલમશા પીર દાદા ની દરગાહ આવેલ છે. ત્યારે ત્યાંના વેપારીઓ અને મજૂરી કરતા મજૂરોને બન્ને ઉપર ખૂબ શ્રદ્ઘા છે.ત્યારે જયારે બાલામશા પીર દાદાનો ઉર્ષ હોય તેની પણ ઉજવણી ધૂમધામ પૂર્વક કરવામાં આવે છે.ત્યારે તોપ વાળી મેલડી માં ના માંડવા ની ઉજવણી પણ વેપારી અને ત્યાં કામ કરતા મજૂરો દ્વારા ધૂમધામપૂર્વક કરવામાં આવે છે. ત્યારે કોમી એકતાનું અનેરૃં ઉદાહરણ આ બાબત સુરેન્દ્રનગર જિલ્લા માં પૂરું પાડે છે.

રવિવારે તોપ વાળી મેલડી માંના સાનિધ્યમાં ૧૬ માં સફળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજનને સફળ બનાવા માટે મહેતા માર્કેટમાં કાર્ય કરતા મજૂરો અને વેપારીઓનો ખુબ સહયોગ રહેલો છે. અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં આ સમૂહ લગ્ન કોમી એકતા ના પ્રતીક સમાન હાલ બની ગયા છે.

નોંધનિય છે કે, મહેતા માર્કેટના વેપારીઓ અને ત્યાં મજૂરી કરતા દરેક સમાજના મજૂરો દ્વારા આખા વર્ષ દરમિયાન નાણાં બચાવી અને આ સમૂહલગ્નનું ભવ્ય આયોજન છેલ્લા ૧૬ વર્ષથી કરવામાં આવે છે. ત્યારે આજે હિન્દૂ મુસ્લિમના ૫૧ યુગલે પોતાના પ્રભુતામાં પગલાં પાડી એક નવી સંસારિક જીવનની શરૂઆત કરી છે. આ આયોજનમાં હાજી હનીફ મિયા બાપુ, અલી મહમદભાઈ બ્લોચ , મુન્નાભાઈ, અને વગેરે આયોજકો દ્વારા ૧૬માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

(11:44 am IST)