Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ભાવનગર સહિત નવ જિલ્લામાં તડીપાર થયેલ ઇમરાન ઉર્ફે ડોગો તળાજામાંથી દબોચી લેવાયો

ભાવનગર ;ભાવનગર સહીત નવ જિલ્લામાંથી તડીપાર થયેલો ઇમરાન ઉર્ફે ડોગો તળાજામાંથી ઝડપાયો છે પોલીસે ધરપકડ કરીને તળાજા પોલીસને સોંપી આપેલ છે

એસ.ઓ.જી./એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટ તથા એલસીબીના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ મહાવિરસિંહ ગોહિલ,બાવકુદાન ગઢવીને મળેલ સંયુક્ત બાતમી આધારે ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર/ગ્રામ્ય ગીરસોમનાથ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લામાંથી બે વર્ષ સુધી તડીપાર થયેલ ઇસમ ઇમરાનભાઇ ઉર્ફે ડોગો મજીદભાઇ કુરેશી (ઉ.વ. ૩૨) ( રહે. દેવડી ચોક કુંભાર વાળા મચ્છી માર્કેટ તળાજા ) ને તળાજા દેવડી ચોક પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

(6:05 pm IST)