Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

ભાવનગર: પોહીબીશનનાં આરોપીની પાસા હેઠળ અટકાયત: રાજકોટ જેલ હવાલે કરાયો

ભાવનગર ;પ્રોહિબિશનના આરોપીને પાસા હેઠળ અટકાયત કરીને રાજકોટ જેલ હવાલે કરાયોઃ છે

  પ્રોહીબીશનના ગુના માં અટકાયત થયેલ ઇસમો વિરૂધ્ધ પાસા એકટ હેઠળ પગલા લેવા આપેલ સુચના અન્વયે બોરતળાવ પો.સ્ટે. ના પો.ઇન્સ કે.એમ.રાવલે અગાઉ દાખલ થયેલ ઈંગ્લીશ તેમજ દેશી દારુ માં પકડાયેલ ઈસમ હર્ષદિપસિંહ ઉર્ફે નાનુ અશોકસિંહ ચુડાસમા (ઉ.વ.૨૨ ) ( રહે. પ્રેસ કવાટર્સ પાછળ ચામુંડા સોસાયટી પ્લોટ નં.૫૦/એ ભાવનગર) ની  પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે દરખાસ્ત કલેકટર તરફથી મંજુર થતા આજરોજ બોરતળાવ પો.સ્ટે.ના પો.ઈન્સ કે.એમ.રાવલ તથા સ્ટાફ ડી.બી.ભંડારી, એચ.જે. મકવાણા, નિલેશભાઈ ભટ્ટ, ડી.કે.ચૌહાણ, જી.એ.કોઠારીયા હિરેનભાઈ મહેતા, ભીખુભાઈ બુકેરા, સેજાદભાઈ સૈયદ, તથા નિલમબેન વિરડીયા એ પોલીસ સ્ટાફ ના માણસોની ટીમ બનાવી ઉપરોકત આરોપીને શોધી કાઢી પાસા અટકાયત માં લઇ મધ્યસ્થજેલ રાજકોટ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

(5:58 pm IST)