Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ગોંડલ ખાતે બેઠકમાં પરષોતમભાઈ રૂપાલાએ બે હાથ જોડીને ક્ષત્રીય સમાજની માગી માફી

---રૂપાલાએ કહ્યું - મારાથી આ બોલાયું એનો મને રંજ છે. આનાથી મોટો અફસોસ મને મારી જિંદગીમાં ક્યારેય નથી થયો. આ સમાજ વચ્ચે બે હાથ જોડીને માફી માગું છું. મારી પાર્ટીને મારા કારણે આજે સાંભળવું પડ્યું.

 
રાજકોટ : રાજકોટ લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાના નિવેદન મુદ્દે ભાજપે ડેમેજ કંટ્રોલ શરુ કરી દીધુ છે. ભાજપ સમર્થિત ક્ષત્રિય નેતાઓનું રાજકોટના ગોંડલમાં સંમેલન યોજાયું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું છે. આ બેઠકમાં પુરષોતમભાઈ  રૂપાલાની માફીને માન્ય રાખવાનો મત વ્યકત કર્યો છે. 

પરસોતમભાઈ  રૂપાલાએ પોતાના સંબોધનમાં સૌ પ્રથમ બધા ક્ષત્રિયોને રામ રામ કહ્યા હતા.  તેમણે વધુમાં કહ્યું કે, ઢોલ નગારાંથી સ્વાગત ક્ષત્રિય સમાજ સિવાય કોઈ કરી ન શકે. મને સામા લેવા ગણેશ આવ્યા. આજના કાર્યક્રમમાં યજમાન જયરાજસિંહ જાડેજા છે. મારાથી આ બોલાયું એનો મને રંજ છે. આનાથી મોટો અફસોસ મને મારી જિંદગીમાં ક્યારેય નથી થયો. આ સમાજ વચ્ચે બે હાથ જોડીને માફી માગું છું.

હું કાર્યક્રમમાં જતો હોઉ તેમ મારૂ સ્વાગત કરાયું. મારા નિવેદનના કારણે સમાજમાં રોષ ફેલાયો. મારા નિવેદન બાદ મે માફી પણ માગી છે.  મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છે. મારી જીભ લપસી ક્યારેય આવુ થયુ નથી. મારી પાર્ટીને મારા કારણે આજે સાંભળવું પડ્યું.  રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માગી હતી. મારા માટે નહીં પણ મારી પાર્ટી માટે સમાજની માફી માગુ છુ. આ ક્ષતિ સંપૂર્ણ મારી ક્ષતિ છે,જવાબદાર હું છું. મારા કારણે ક્ષત્રિય સમાજને સહન કરવું પડશે તેની જવાબદારી મારી. હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરૂ છું અને માફી માગુ છું. જયરાજસિંહનો પણ રૂપાલાએ માન્યો આભાર માન્યો હતો.

 

(9:21 pm IST)