Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સૌરાષ્‍ટ્રમાં કુદરતી આપતી સમયે રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘનું યોગદાન વિષય ઉપર ઇતિહાસના વિદ્યાર્થીનું પી.એચ.ડી. પુર્ણ

જુનાગઢ,તા.૨૯ : ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ઈતિહાસ ભવનના વિદ્યાર્થી પ્રતિક અનિલભાઈ ગઢવીએ ઁસૌરાષ્‍ટ્રમાં કુદરતી આપતી સમયે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનું યોગદાન - એક ઐતિહાસિક અધ્‍યયન(૧૯૫૦-૨૦૨૦) વિષય ઉપર પીએચ.ડી.ના મહાશોધ નિબંધરૂપે સંશોધન કાર્ય કર્યું હતું, જેને યુનિવર્સિટીએ માન્‍ય રાખી પ્રતિક ગઢવીને પીએચ.ડી.ની પદવી એનાયત કરી હતી. સંશોધન દરમ્‍યાન સંશોધકે આર.એસ.એસ.ની સ્‍થાપના, શાખાનો પ્રારંભ, સંઘના વિવિધ કાર્યક્રમો અને આયામો, આર.એસ.એસ.ના સેવાકાર્યો, ૧૯૬૨ માં ચીન સાથેના તથા ૧૯૬૫ અને ૧૯૭૧ માં પાકિસ્‍તાન સાથેના યુદ્ધ વખતે પીડિતોને સહાય અને સેવા કાર્યો, ૧૯૫૭ અને ૨૦૦૧માં કચ્‍છના ભૂકંપ વખતે આર.એસ.એસ. દ્વારા થયેલા સેવા કાર્યો, સૌરાષ્‍ટ્રના વિવિધ જિલ્લાઓમાં થયેલ અતિવળષ્ટિ અને અનાવળષ્ટિ દરમ્‍યાન કરવામાં આવેલ લોકસેવા, પુર અને વાવાઝોડા દરમ્‍યાન કરવામાં આવેલ લોકસેવા, કોરોના મહામારી દરમ્‍યાન કરવામાં આવેલ વિવિધ સેવાકીય કાર્યો તથા તમામ સેવાકાર્યોથી જનસમાજને થયેલા લાભો વિગેરે વિષે તલસ્‍પર્શી માહિતી મેળવી હતી.

આ સમાજોપયોગી સંશોધન સંદર્ભે ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે ૧૦૦ વર્ષ જેટલા જુના સંગઠન રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા સતત સેવાકાર્યો થઇ રહ્યા છે ત્‍યારે આ પ્રકારના સંશોધનોને કારણે ભવિષ્‍યની પેઢી પણ આર.એસ.એસ. તેમજ સેવાકીય સંસ્‍થાઓના સામાજિક, સેવાકીય, શૈક્ષણિક, તબીબી વિગેરે કાર્યોથી અવગત થશે. સંશોધકે આ સંશોધન કાર્ય ઈતિહાસ ભવનના અધ્‍યક્ષ પ્રો.(ડો.)વિશાલ જોશીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું.

(4:58 pm IST)