Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

પોરબંદરઃ જીઆરડીના મહિલા કર્મચારીએ એસીડ ગટગટાવ્‍યુ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૯ :.. ગ્રામ રક્ષક દળ (જીઆરડી) રાણાકંડોરણા આઉટ પોસ્‍ટ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા રોશનીબેન ડાયાભાઇએ અગમ્‍ય કારણથી એસીડ પી લેતા તેમને પોરબંદરની સરકારી હોસ્‍પિટલે ખસેડાયેલ છે. એસીડ પી લઇને આપઘાતનો પ્રયાસ કરનાર રોશનીબેનની ગંભીર હાલત છે. કયાં કારણથી આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:55 pm IST)