Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

જામનગરમાં મોટર સાયકલ હડફેટે સાયકલસ્‍વાર ક્ષત્રિય વૃધ્‍ધનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રવિરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા, ઉ.વ.ર૯, રે. શાંતિનગર-૬ ના છેડે, સર્વેશ્‍વર મહાદેવના મંદિરની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, પોતાના પિતા રાજેન્‍દ્રસિંહ પોતાની સાયકલ લઈને તેમના ઘરે જતા હતા ત્‍યારે પંચવટી સર્કલથી આગળ ભુતીયા બંગ્‍લા પાસે આવેલ ગોકુલ બિલ્‍ડીંગની સામે રોડ પર આરોપી મોટરસાયકલ  જી.જે.૦૩-ડી.એચ.-પ૬૮૧નો ચાલકે રાજેન્‍દ્રસિંહની સાયકલ સાથે અકસ્‍માત કરી રાજેન્‍દ્રસિંહને માથાના ભાગે હેમરેજ ઈજા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી નાશી ગયેલ હોય તેમજ સારવાર દરમ્‍યાન રાજેન્‍દ્રસિંહનું મોત નીપજયું હતું.

પરણિતાને દુઃખ ત્રાસ

અહીં મહિલા પોલીસ સ્‍ટેશનમાં માનષીબેન વિશાલભાઈ ભરતભાઈ કામળીયા તે ડો/ઓ. મહેશભાઈ બાબુલાલ મંડલી, ઉ.વ.ર૧, રે. દિગ્‍વીજય પ્‍લોટ -૪૦, પવનચકકી, જામનગરવાળા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૧ર-૩-ર૦ર૦ થી બે ત્રણ મહિના બાદથી આજદીન સુધી આરોપીઓ પતિ વિશાલભાઈ ભરતભાઈ કામળીયા, સસરા- ભરતભાઈ ગોવિંદભાઈ કામળીયા, સાસુ- સરોજબેન ભરતભાઈ કામળીયા, દિયર- હિરેનભાઈ ભરતભાઈ કામળીયા, મામાજી સસરા- સાગરભાઈ બટુકભાઈ લાડવા, નાનાજી સસરા- બટુકભાઈ લાડવાએ નાની નાની વાતોમા વાંક કાઢી ગાળો બોલી, મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ધ્રોલ ગામે ૩પ બોટલ સાથે

ઝડપાયો : એક ફરાર

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદેવસિંહ જગતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  ધ્રોલ ગામે ગયાત્રીનગરમાં આરોપી છગનભાઈ વિહાભાઈ બાંભવાએ તેના મકાનમાં રાખેલ ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૩પ, કિંમત રૂ.૧૭,પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા સપ્‍લાય કરનાર આરોપી કિશનભાઈ, રે. વાકાનેર વાળો ફરાર થઈ ગયેલ છે.

ગીંગણી ગામે બે બોટલ

ઝડપાઈ : આરોપી ફરાર

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ધર્મેન્‍દ્રભાઈ રમણીકભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ગીગણી ગામ, મસ્‍જિદ પાસે જાહેર રસ્‍તા પર આરોપી જુગલ રબારીએ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- લઈને નીકળતા રેઈડ દરમ્‍યાન આરોપી જુગલ રબારી ફરાર થઈ ગયેલ છે.

પાંચ લાખની રકમ

સ્‍કીમના નામે ઓળવી

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કેયુરભાઈ વિજયભાઈ સુરેલીયા, ઉ.વ.ર૯, રે. કિસ્‍ટલ મોલની બાજુમાં, પ્‍લોટ નં.૬૬ શુભમ એપાર્ટમેન્‍ટ, ખોડીયાર કોલોનીવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી આશરે બે વર્ષ પહેલાથી આજદિન સુધી પી.એન.માર્ગ, અંબર સીનેમા સામે, ન્‍યુ એટલાન્‍ટીક બિલ્‍ડીંગ ક્રેડીટ બુલ્‍સ કંપની ઓફીસ નં.૪૧રમાં ફરીયાદી કેયુરભાઈ તેમજ સાહેદોને આરોપીઓ ક્રેડીટ બુલ્‍સ કંપનીના સી.ઈ.ઓ અને ફાઉન્‍ડર ધવલ દિનેશભાઈ સોલાણી, ક્રેડીટ બુલ્‍સ કંપનીના પાર્ટનર ફરઝાના ઈરફાન અહેમદ શેખ, ક્રેડીટ બુલ્‍સ કંપનીના હ્મુમન રીસોસીંસ રીઝનલ યશ દિનેશભાઈ સોલાણી, ક્રેડીટ બુલ્‍સ કંપીનીના રીઝનલ હેડ પંકજ પ્રવિણભાઈ વડગામા એ કંપનીની અલગ અલગ સ્‍કીમોમા નાણાનું રોકાણ કરાવી તેના પર અલગ અલગ માસીક વળતર આપવાની લાલચ આપી ફરીયાદી કેયુરભાઈના રૂ.પ,૦૦,૦૦૦/- તેમજ અન્‍ય કસ્‍ટમરના રૂપિયા આરોપીઓએ મળી ગુન્‍હાહીત કાવતરૂ રચી આરોપીઓએ ક્રેડીટ બુલ્‍સ કંપનીના બેન્‍ક એકાઉન્‍ટમાં જમા કરાવી જે રકમ પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લઈ ફરીયાદી કેયુરભાઈ તેમજ સાહેદોને મુદત પુરી થયે રૂપિયા પરત નહી આપી પૈસા ઓળવી જઈ છેતરપીંડી ઠગાઈ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

પૈસા આપવાની ના પાડતા માર માર્યો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જેન્‍તીભાઈ હિરાભાઈ પરમાર, ઉ.વ.૩પ, રે. વામ્‍બે આવાસ મયુરનગર ત્રણ માળીયા બ્‍લોક નં.૧, રૂમ નં.૩ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જેન્‍તીભાઈ શાકભાજી લઈ પોતાના ઘરે જતા હોય ત્‍યારે રસ્‍તામાં વામ્‍બે આવાસ જતા રોડ પર મોમાઈ વામ્‍બે આવાસ જતા રોડ પર મોમાઈ જનરલ સ્‍ટોર સામે પહોંચતા આરોપી દિપક હરીશભાઈ વાઘેલા મળતા ફરીયાદી જેન્‍તીભાઈ પાસે આરોપી દિપક એ વાપરવા માટે ઉછીના પૈસા માંગતા ફરીયાદી જેન્‍તીભાઈએ પૈસા આપવાની ના પાડતા આરોપી દિપકએ ફરીયાદી જેન્‍તીભાઈને ગાળો કાઢી લાકડાનો ધોકો જમણા પગમાં ગોઠણની નીચે મારી ફેકચરની ઈજા કરી તથા શરીરે ઢીકાપાટુનો માર મારી બીજીવાર પૈસા આપવાની ના પાડી છે તો જીવતો નહી રહેવા દવ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

(1:50 pm IST)