Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

વાંકાનેરમાં ક્રિકેટના સટ્ટા ઉપર મોરબી એલસીબીનો દરોડો : એકની ધરપકડ

નીતીન વિજયવાડીયાની ધરપકડ : ક્રિપાલસિંહની શોધખોળ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૯: વાંકાનેરના જીનપરા શેરી ૧૧ માં ચામુંડા પાન પાસે જાહેરમાં આઈ પી એલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો હતો. જયારે બીજા શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાંકાનેરના જીનપરા શેરી ૧૧ માં ચામુંડા પાન પાસે જાહેરમાં નીતિનભાઈ રસિકભાઈ વિંજવાડિયા,ક્રિપાલસિંહ સહદેવસિંહ ઝાલા રહે-વાંકાનેર આસ્થાગ્રીન સોસાયટીના કહેવાથી આરોપી મોબાઈલ ધારક સાથે ફોન પર વાત ચિત કરી આઈ પી એલ મેચ રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપિટલ ની મેચમાં ક્રિકેટ સટ્ટો રમતા નીતિનભાઈ વિંજવાડીયાને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રકમ રૃ.૫૪૦૦ તથા મોબાઈલ ફોન નંગ ૧ કીમત રૃ.૫૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૃ.૧૦,૪૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:22 pm IST)