Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

જસદણ તાલુકામાં ગ્રાહક સુરક્ષા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૯: વિશ્વ ગ્રાહક અધિકાર દિન ૨૦૨૪ નિમિતે રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સંપર્ક ઝુંબેશ ગ્રામિણ ગ્રાહકો સુધી વિસ્તારવા નિર્ણય લીધેલ જેના ભાગરૃપે જસદણ તાલુકાના આંબરડી, શિવરાજપુર ગામે ગ્રામપંચાયતની મુલાકાત લઇ ઘરે ઘરે ગ્રાહક જાગૃતિનો સંદેશો પહોચે તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવેલ હતા.

આંબરડી ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન ઝાલા અને ઉપસરપંચ દયાબેન ભગત હાજર રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૃપે જીવન શાળામાં હાઈસ્કુલનાં વિદ્યાર્થીઓની મુલાકાત લઇ તેઓ દ્વારા ગ્રાહક જાગૃતિનો સંદેશો તેમના વાલીઓને પહોચે તે માટે અસરકારક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જીવન શાળાના ટ્રસ્ટી દિલીપભાઈ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ખોડાભાઈ બસિયા, રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ યશવંતભાઈ જનાણી, ઉપપ્રમુખ અશોકભાઈ બાનુગરીયા, મહામંત્રી રસિકભાઈ સોલંકી વિગેરે હાજર હતા. કાર્યક્રમને તૈયાર કરવા માટે મુખ્ય સંયોજક હિમતભાઈ લાબડીયાએ જહેમત ઉઠાવેલ હતી તેમ રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ યશવંતભાઈ જનાણીની યાદી જણાવે છે.

(12:20 pm IST)