Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

પુનમબેન માડમને પૂ.પંકજમૂનિ બાપુએ આશીર્વાદ પાઠવ્યા

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા.ર૯ : જામનગર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુનમબેન માડમના જામજોધપુર તાલુકાના પ્રવાસ દરમિયાન સંતો, વિવિધ સમાજના આગેવાનો અને વડીલો દ્વારા ઉમળકાભેર સ્વાગત - સત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રસંગે વાવડીની વાવ હનુમાનજી મંદિરના મહંત પૂ.પંકજમુની બાપુ દ્વારા સાંસદ પુનમબેન માડમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને પુ.બાપુએ પુનમબેન માડમને રૃડા આર્શીવાદ પાઠવ્યા હતા.

(12:14 pm IST)