Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ભાવનગરમાં દાદરાનો ભાગ તૂટી પડતા વણિક વૃધ્‍ધનું મોત

ભાવનગર,તા. ૨૯: દેવુબાગ વિસ્‍તારમાં આવેલ પટણી પ્‍લાઝા વાળા ખાંચામાં શ્રી પ્રમુખસ્‍વામી ફલેટમાં આજે દાદરા નો જર્જરીત ભાગ ધડાકા સાથે છૂટી પડતા ફલેટનો દાદરો ઉતરી રહેલા વણિક વૃદ્ધ ભાવેશભાઈ પ્રમોદભાઈ શાહને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે તાત્‍કાલિક સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા જયાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું.

આ ઘટનામાં દાદરાની નીચે રાખેલ સ્‍કૂટરને પણ નુકસાન થયું હતું.

દેવુબાગ વિસ્‍તારમાં આવેલ આ ફલેટ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હોવાનું ફલેટના રહીશોએ જણાવ્‍યું હતું. આ ફલેટમાં ૩૨ પરિવારો રહેતા હોય ફલેટ ખાલી કરવા તેમજ રીપેરીંગ કરવા બાબતે અગાઉ બેઠકો પણ થઈ હતી પરંતુ કોઈ નિવેડો ન આવતા આજે આ દુર્ઘટના સર્જાઇ હતી.

આ ઘટનાની જાણ થતાં કલેકટર, મ્‍યુનિસિપલ કમિશનર, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન, એસ્‍ટેટ વિભાગ, ફાયરબ્રિગેડ સહિતનો મહાનગરપાલિકાના અધિકારીઓ દેવુબાગ દોડી ગયા હતા અને ફલેટના વસાહતીઓને સલામત સ્‍થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:05 am IST)