Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મોરબીના જુના ઘૂટું રોડ પર યુવાનને મોબાઈલમાં ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના જુના ઘૂટું રોડ પર સિક્યુરીટીની નોકરી કરતા યુવાનને માતા તેમજ દીકરી અને જમાઈએ અવારનવાર ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઝઘડો કરતા હોય તેમજ મર્ડર કરાવી નાખવાની ધમકી આપતા યુવાને પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

 મૂળ વાંકાનેરના કુંભારપરાના વતની અને હાલ જુના ઘૂટું રોડ પર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઈ નટુભાઈ સારેસાએ આરોપી મનીષાબેન મનુભાઈ ચાવડા રહે પીપળી તા. ધ્રાંગધ્રા , અનિતાબેન વાલજી પરમાર અને વાલજી પરમાર રહે બંને સાપકડા તા. હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે બે વર્ષ પૂર્વે લાલપર ખાતે રહેતા દલાભાઈ વિરાભાઈ નગવાડીયાના ઘરે આવતા જતા હતા ત્યારે તેની દીકરી મનીષાબેન સાથે વાતચીત થતી હતી અમારી વચ્ચે છેલ્લા બે વર્ષથી એકબીજાને પ્રેમ સંબંધ થતા ઘરે આવવા જવાનો સંબંધ થયો હતો.
    દરમિયાન મનીષાબેનની દીકરી અનીતાના ઘરવાળા વાલજીને વાત કરી હતી કે તારી ઘરવાળીને પ્રેમ સંબંધ છે તે ગમે ત્યારે અનીતા તેની સાથે ભાગી જશે તમે અનીતાનું ધ્યાન રાખજો કહેતા વાલજીએ તારી પાસે કોઈ પુરાવા છે કહેતા યુવાને છોકરાનું નામ આપ્યું હતું જેથી વાલજી પરમારને વાત સારી લાગી નહિ અને મનદુઃખ થયું હતું બાદમાં મનીષાબેનની દીકરી અનીતાએ અંજાર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારે અવારનવાર ફોન પર વાતચીત થતી અને ગત તા. ૨૪-૦૨-૨૦૨૪ ના રોજ યુવાન ઘરે હોય ત્યારે મોબાઈલમાં મનીષાબેન મનુભાઈ ચાવડાએ ફોન કરી ગાળો આપી ધમકી આપી હતી
    બાદમાં મનીષાબેનના કહેવાથી અને ચડામણીથી તેનો જમાઈ વાલજી પરમાર અને અનીતા બંને અવારનવાર ફોન પર બોલાચાલી કરી તકરાર કરતા હોય અને ફોન પર ધમકી આપી ઝઘડો કરી ગાળો આપી તું હળવદ આવી જા મારા મદદગારો તારી રાહ જોવે છે તારું મર્ડર કરાવી નાખવાનું છે કહીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે યુવાનની ફરિયાદને આધારે માતા તેમજ દીકરી અને જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

   
(1:12 am IST)