Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

ગોંડલના મોવિયા પાસે મરચા ભરેલો ટ્રક સળગ્‍યોઃ લાખોનું નુકશાન

નગરપાલિકાના ફાયર ફાઇટરો સ્‍થળ ઉપર પહોંચ્‍યાઃ આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્‍યું નથી

ગોંડલ : તાલુકાના મોવિયા પાસે મરચા ભરેલ ટ્રકમાં આગ લાગી હતી.  મોવીયા ગામના બસ સ્‍ટેન્‍ડ પાસે મરચાં ભરેલ ટ્રકમાં આગની ઘટના સામે આવી હતી. મરચા ખેડૂતના ખેતરમાં ભરીને ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચા વહેંચવા માટે આવતા હતા ટ્રકમાં  આગ લાગવાની ઘટના ને લઇને ગોંડલ નગરપાલિકાના ર ફાયર ઘટના સ્‍થળે પહોંચ્‍યા સ્‍થાનીકો અને ફાયર ફાઇટરો દ્વારા આગ બુઝવવાની કામગીરી હાથ ધરવામાં આવી ટ્રકમાં ૧૦૦ જેટલી મરચાની ભારી ભરવામાં આવી હતી આગની ઘટનાને લઇને લાખોનું નુકશાન જોવા મળ્‍યું છે કયાં આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્‍યું નથી.

(6:23 pm IST)