Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

લવમેરેજ કરેલ યુવા દંપતિમાં ઝઘડો થતા ગજબ થઇ ગયો : ર૦ વર્ષની પત્નિએ આગને હવાલે શરીર કર્યુ : પતિએ શરીર પર છરીના ઘા ઝીંકયા : બન્નેની સ્થિતિ ગંભીર

રાજુલા : રાજુલા તાલુકાના માંડરડી  ગામે થોડા સમય પહેલા લવ મેરેજ કરેલા દંપતિએ કહેવાના ગૃહકંકાસના લીધે કાજલબેન સાગર (ઉ.વ.ર૦) એ કરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા તો પોતાની પત્નીએ અગ્નિસ્નાન કર્યુ છે તેના આઘાતમાં તેનો પતિ સાગર સવજીભાઇ ચૌહાણ (ઉ.વ.રપ) એ પણ પોતાની જાનને ખત્મ કરવા છરી ના આડેઘડ ઘા પોતાના શરીર ઉપર મારી દેતા બન્નેને રાજુલાની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ જગ્યા બન્નેની તબીયત ગંભીર જણાતા તેઓને અમરેલી ખાતે રીફર કરાયેલ જાણવા મળ્યા મુજબ અમરેલીથી મહિલા કાજલબેન ને વધુ સારવાર અર્થે ભાવનગર ખાતે ખસેડાયેલ છે. હાલ આ બન્નેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ પોલીસ દફતરે એટલા માટે થઇ નથી કે સારવારમાં લાવ્યા પછી તુરંત બન્ને ને રીફકર કરાયા હતા.

(2:01 pm IST)