Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

હળવદ નજીક ગોલાસણ પાસે પોલીસને જોઈ બુટલેગર કાર મૂકી ફરાર :દારૂનો જથ્થો જપ્ત

દારૂની 162 બોટલ,બિયરની નગ 44 અને કાર સહીત 2,35 લાખનો મુદામાલ જપ્ત

 હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોલાસણ નજીક એક કારમાં દારૂનો જથ્થો હોય કાર મૂકી બુટલેગર નાસી ગયો હતો પોલીસે દારૂ અને કાર સહિતનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ ટીમ ગોલાસણ નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન પસાર થતી ઈન્ડીગો કાર નં જીજે ૦૧ ડિયું ૦૫૭૪ કારનો ચાલક કાર મૂકી નાસી ગયો હતો

જે કારની તલાશી લેતા પોલીસને ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ ૧૬૨ કીમત રૂ ૩૦,૬૦૦ અને બીયર નંગ ૪૪ કીમત ૪૪૦૦ મળી આવતા પોલીસે દારૂ-બીયર અને કાર સહીત કુલ રૂ ૨,૩૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

(1:08 am IST)