Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

મોરબી સગીરા દુષ્કર્મના ગુન્હામાં મદદગારી કરનાર મોમૈયા રિમાન્ડ પર :મહિલા આરોપી જેલહવાલે

દુષ્કર્મનો મુખ્ય આરોપી હજુ ફરાર :ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન

મોરબીમાં રહેતી સગીરા સાથે રાજકોટના શખ્સે દુષ્કર્મ આચર્યું હોય જેમાં મોરબીની મહિલા અને વાંકાનેરના શખ્શે પણ મદદ કરી હોય પોલીસે ત્રણ સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમાં મદદગારી કરનાર મહિલા સહીત બે શખ્શોને ઝડપી લેવાયા છે જયારે મુખ્ય આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે

મોરબીમાં રહેતી સગીરાને લગભગ બે માસ પૂર્વે રાજકોટનો રહેવાસી શાહરુખ હારુનભાઈ કટિયા મોરબી આવ્યો હતો અને સગીરાને મોરબીના ૨૫ વારીયા પ્લોટના ભાડાના મકાનમાં રહેતી સોનલબેન જ્યેન્દ્ર ચુડાસમાના મકાનમાં લઈ જઈ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચરી બાદમાં આરોપી સોનલબેન અને વાંકાનેરના રહેવાસી મોમયભાઈએ કોઈએ કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

જેની વધુ તપાસ એ ડિવિઝન પી.આઈ. આર.જે.ચૌધરી, રાઇટર ફતેસિંહ પરમાર અને વિજયભાઈ ચાવડાની ટીમે ચલાવી હતી અને દુષ્કર્મના બનાવમાં મદદગારી કરનાર મહિલા સોનલબેન જયેન્દ્ર ચુડાસમા અને વાંકાનેરના રહેવાસી મોમૈયાભાઈને ઝડપી લેવાયા છે અને મહિલા આરોઈને જેલહવાલે કરી છે અને આરોપી મોમૈયાને કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપ્યો છે જયારે સગીરા દુષ્કર્મનો મુખ્ય આરોપી હજુ ફરાર હોય જેને ઝડપી લેવા તપાસના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે

(12:56 am IST)