Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

નવાબે બનાવેલું સાત દશકા જુનુ અને દશકાથી બંધ કેશોદનું એરપોર્ટ ફરી વિમાનોથી ગાજી ઉઠશે

 જુનાગઢ-કેશોદ, તા.૨૯: રાજય સરકાર પ્રવાસનને વેગ આપવા સતત મક્કમ અને પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે એ.ટી.આર એરક્રાફટ ૭૨ સીટર ઝિીષયિંઅમદાવાદથીકેશોદ વિમાન સેવાનો તા.૨૩મી માર્ચ થી પ્રારંભ  થશે.

વિદેશી પ્રવાસીઓ માટે અનુકુળ અને ઉત્તમ વ્યવસ્થા સાથે Trujet કંપનીનું એ.ટી.આર ૭૨ સીટર એરક્રાફટ અમદાવાદ થી કેશોદ વિમાની સેવા શરૂ થવાથી સાસણ, સોમનાથ અને જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે સમય બચાવીને ત્રણેય પ્રવાસન સ્થળોનો પ્રવાસ કરી શકે તે વ્યવસ્થા ઉભી કરવામાં સફળતા મળી છે.

એરક્રાફટ સમય સવારે ૧૦થી ૧૧: કલાકે અમદાવાદથી કેશોદઅને સવારે ૧૧:૨૦ કલાકેકેશોદ થી અમદાવાદ નક્કી થયેલ છે.

આ વિમાની સેવા શરૂ થવાથી પ્રવાસીઓને તો લાભ મળશે જ તદઉપરાંત ટેકસી ધારકોને રોજગારી મળશે અને બંને જીલ્લામાં અનેક રોજગારી સર્જન થશે. આ અંગે પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ  ચાવડા એ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પ્રયાસોથી જૂનાગઢ-ગીર સોમનાથ જીલ્લામાં આવતા પ્રવાસીઓ માટે વિશેષ જન સુવિધા  ઉપલબ્ધ બનશે.

બહારના પ્રવાસીઓ વધુ વધુ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત આવે તે માટે રાજયની સરકાર પ્રવાસનને આંતરમાળખાકીય સુવિધાઓ અને સાનુકુળટ્રાન્સ્પોર્ટેશન સુવિધાઓ વિકસાવવા કટિબદ્ઘ છે.

કેશોદ એરપોર્ટમાં વર્ષોથી બંધ વિમાની સેવાનો આગામી તા. ૨૩ માર્ચથી ટરૂજેટ કંપનીનું એટીઆર ૭૬ સીટર એરક્રાફટ અમદાવાદ, કેશોદ, અમદાવાદ વિમાની સેવા શરૂ થઈ રહેલ છે, ત્યારે કેશોદ એરપોર્ટ આધુનિક સુવિધાથી સજ્જ થઈ એરપોર્ટનું રીનોવેશન વિમાની સેવા માટેની તમામ સુવિધાઓ પૂર્ણ થઈ ગયેલ હોવાનું જાણવા મળેલ છે. આ એરપોર્ટમાં માલસામાન શંકાસ્પદ ચીજવસ્તુઓ ચેક કરવા માટે આધુનિક મશીન વિમાની સેવાનો લાભ લેનાર મુસાફરો માટે આધુનિક બેઠક વ્યવસ્થા માટેનો હોલ જેમા સેન્ટ્રલ એસી પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ માલ પરિવહન ટ્રોલી અગ્નિશામક સામગ્રી ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ તેમજ સમગ્ર એરપોર્ટ સીસીટીવી કેમેરાથી સજ્જ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. વિમાની સેવા શરૂ કરવા માટેની તમામ સુવિધાઓ પૂર્ણ થઇ ગયેલ છે. સરકાર દ્વારા એક વર્ષતથી એરપોર્ટ ઓથોરીટી દ્વારા વહિવટી પ્રક્રિયા પુરી પાડવામાં આવી રહી છે. જેમાં ડીજીસીએ અને ઓએલએસની કામગીરી પુરી થઇ છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા કેશોદ ખાતે અધિકારીઓ કર્મચારીઓ ફાળવી આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નોટીફીકેશન જાહેર થતા આગામી તા. ર૩ માર્ચથી વિમાની સેવા શરૂ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવાબી કાળથી બનેલું કેશોદનું એરપોર્ટ સાત દશકાને વટાવી ગયું અને આશરે બે દશકાથી કેશોદ એરપોર્ટમાં મુસાફરો માટે વિમાની સેવા બંધ હતી. જે આગામી ર૩ માર્ચથી અમદાવાદથી સવારે ૧૦ થી ૧૧ કલાકે અને કેશોદથી બપોરે ૧ર-ર૦ કલાકે કેશોદથી અમદાવાદનો સમય નકકી કરવામાં આવેલ છે. કેશોદ એરપોર્ટમાં ૭૬ સીટર એટીઆર એરક્રાફટ વિમાની સેવા શરૂ થવાથી જુનાગઢ સાસણ ગીર સોમનાથ જિલ્લામાં આવતા પ્રવાસીઓ તથા સોરઠવાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

(3:30 pm IST)