Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દેણુ ભરપાઇ કરવા ઘરના મોભીએ જ ઘરમાં ચોરી કરીઃ કોઝા ગામની ઘરફોડીનો ભેદ ઉકેલતી પોલીસ

જામનગર તા. ર૯ :.. પોલીસ અધિક્ષક શરદ સીંધલની સુચના અનુસાર તથા ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ચોરી-ઘરફોડની પ્રવૃતિને ડામી દેવા તથા આવા બનત ગુન્હાઓ શોધી કાઢવા સુચના હોય જેથી જામ પંચ બી. ડીવી. પો. સ્ટે. ના પો. સબ. ઇન્સ. જે. ડી. પરમાર તથા એમ. આર. સવસેટા એ પંચકોશી બી. ડીવી. પો. સ્ટે. ગુ. ર. નં. પાર્ટ-૧ ૧૧ર૦ર૦૪૬ર૦૦૧૦૭/ર૦ ઇ. પી. કો. ક. ૩૮૦, ૪પ૪ મુજબના ગુન્હા કામે તપાસ કરતા સદરહુ ઘરફોડ ચોરી ફરીયાદીના રહેણાંક મકાનમાં દિવસના સમયે બનેલ હોય અને સમય સ્થળ તેમજ સંજોગો જોતા મજકુર ફરીયાદીના પિતા જીવાભાઇ હિંગળા શંકાના દાયરામાં હોય તેની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેઓએ કબુલાત કરી પોતે પોતાની ઉપર દેણુ હોય જેથી તે ભરપાઇ કરવા માટે પોતે જ ચોરી કરેલનુ જણાવી આ ચોરીમાં ગયેલ તમામ મુદામાલ સોનાના હાર નંગ બે જેની કિં. રૂ. પ૪,૦૦૦ તથા ચાંદીના સાકળા જોડ નંગ ૧, કિ. રૂ. આશરે ર,૦૦૦ તથા રોકડા રૂપિયા પ,૦૦૦ સોના-ચાંદીના દાગીના તથા રોકડા રકમ મળી કુલ કિ. રૂ. ૬૧,૦૦૦ નો મુદામાલ પોતાના મકાનની બાજુમાં આવેલ પોતાના જુના પડતર મકાનમાં સંતાડેલ હોય જે કાઢી આપતા ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

આ કાર્યવાહીમાં પો. સ. ઇ. જે. ડી. પરમાર, પો. સ. ઇ. એમ. આર. સવસેટા પો. હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા કરણસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, દીગુભા જાડેજા, કલ્પેશભાઇ કામરીયા, તથા પો. કોન્સ. રણછોડભાઇ શેખ, જયંતભાઇ કાનગડ, પુષ્પરાજસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.

(12:59 pm IST)