Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

રાણાવાવમાં અપહરણ અને દારૂના ગુન્હામાં નાસતો ફરતો આલા દાના ઝડપાયો

પોરબંદર,તા.૨૯: અપહરણ  દારૂની ગુન્હામાં નાસતો ફરતો આરોપી આલા દાના ચાવડા રે.બોરીયા (પોરબંદર)ને રાણાવાવમાંથી પોરબંદર એસ.ઓ.જીએ પકડી પાડેલ છે.

પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા ડીવાયએસપી  શ્રી કોઠિયા સાહેબ નાઓએ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ટીમોને સુચના અને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ સબઙ્ગ ઇન્સપેકટર શ્રી એચ.સી.ગોહિલ  ની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો રાણાવાવ વિસ્તાર માઙ્ગ પેટ્રોલીંગમાં હતા દરમ્યાનઙ્ગ પોલીસઙ્ગ કોન્સ. વિપુલભાઈ બોરીચા ને મળેલ ચોકકસ બાતમી આધારે રાણાવાવ કાદાઙ્ગ વિસ્તારઙ્ગ માથીઙ્ગ  આરોપી આલા દાનાઙ્ગ ચાવડાઙ્ગ ઉ.વ.૨ર રહે. બોરીચા તા.જી. પોરબંદર વાળાને રાણાવાવઙ્ગ પોલીસ સ્ટેશન (૧) થર્ડ ગુ.ર.ન. ૪૫૦/૧૯ પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬પઇ, ૧૧૬બી, ૮૧ મુજબનાઙ્ગ ગુન્હાના કામે દ્યણાં સમયથી નાસતો ફરતો હોય મજકુર આરોપીને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહીમાં હાથ ધરેલ છે. અને આરોપીની પુછપરછ કરતા મજકુર બગવદર પોલીસ સ્ટેશનના અપહરણ નાઙ્ગ ગુનામાં તથા રાણાવાવઙ્ગ બીજાઙ્ગ પ્રોહીબીશન ના ગુના મા પણઙ્ગ પકડવાનો બાકી હોવાની કબુલાત આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ  કિશનભાઇ ગોરાણીયા, પો.કોન્સઙ્ગ સમીરભાઇ જુણેજા, વિપુલભાઈ બોરીચા તથા દેવેન્દ્રસિંહ ગોહિલ તથા સરમણભાઈ રાતિય તથાઙ્ગ ડ્રાઇવર માલદેભાઇ પરમારઙ્ગ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતાં.

(11:45 am IST)