Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

જસદણ હોસ્પિટલના નવા બિલ્ડીંગ માટે બજેટમાં જોગવાઇ : ડો.બોઘરા

 જસદણ તા. ૨૯ :ૅં ગુજરાત સરકારના બજેટને આવકારતા જસદણ ના પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોધરાએ જણાવ્યું હતું કે જસદણ હોસ્પિટલનું નવુ અદ્યતન બિલ્ડીંગ બનાવવા માટે આ બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જસદણનુંઙ્ગ તાલુકા કક્ષાનું સામુહિક આરોગ્ય કેન્દ્રઙ્ગ કરોડો રૂપિયાના ખર્ચેઙ્ગ અપડેટ કરી નવું બિલ્ડીંગ બનાવીનેઙ્ગ જિલ્લાકક્ષાની હોસ્પિટલ જેવુંઙ્ગ બનાવવામાં આવશે.ઙ્ગ જસદણ વીંછીયા તાલુકાનાઙ્ગ ગ્રામ્ય વિસ્તારના વિવિધઙ્ગ રસ્તાઓઙ્ગ પણ નવા બનાવવા માટેનીઙ્ગ જોગવાઈ કરવામાં આવી છે . બજેટને આવકારતા ડો. ભરતભાઇ બોધરાએ જણાવ્યું હતું કે ખેડૂતો, વડીલો, પશુપાલકો, મહિલાઓની સુરક્ષા, ગ્રામ વિકાસ, રસ્તા, પાણી, ઉર્જા સહિતના ક્ષેત્રે જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં શ્રમિક મહિલાઓને બોર્ડની વિદ્યાર્થીનીઓને માછીમારોને દુકાનદારોને તમામ વર્ગનેઙ્ગ બજેટમાંઙ્ગ ફાયદો આપવામાં આવ્યો છે. તમામ વર્ગના લોકો માટે કલ્યાણકારી બજેટ બદલ મુખ્યમંત્રી વિજયભાઈ અને નાણાં મંત્રી નીતિનભાઈ પટેલને જસદણના પૂર્વ ધારાસભ્ય અને સિંચાઈ નિગમના ચેરમેન ડો. ભરતભાઈ બોધરાએ અભિનંદન પાઠવ્યા હતા.

(11:45 am IST)