Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

પોરબંદરઃ પાકિસ્તાન મરીને પકડેલી ૭ બોટોના રજીસ્ટ્રેશન સુરક્ષા કારણોસર રદ

પોરબંદર,તા.૨૯: પાકિસ્તાન મરીન દ્વારા ઝપ્ત કરાયેલી પોરબંદરની સાત બોટોના રજીસ્ટ્રેશન તથા ફિશીંગ લાયસન્સ રાષ્ટ્રીય સુરક્ષાના અગ્રીમ કારણોસર રદ કરાયા છે.

પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી દ્વારા પકડવામાં આવેલી પોરબંદર મદદનીશ મત્સ્યોધોગ નિયામકની કચેરી ખાતે નોંધાયેલ ગુજરાતની ૭ ફિશિંગ બોટોના રજીસ્ટ્રેશન તથા ફિશીંગ લાયસન્સ આધાર-૩ થી રાષ્ટ્રીય સુરક્ષાના અગ્રીમ કારણોસર રદ કરાયા છે.

પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી દ્રારા ઝપ્ત કરાયેલ બોટ ઓમ ગણેશ રજીનં. IND-GJ-25-MM-3777, કેશવ સાગર IND-GJ-25-MM-4337, પવન સાગર IND-GJ-25-MM-4524, રસુલ સાગર IND-GJ-25-MM-5294, ફટેશ્વર કૃપા IND-GJ-25-MM-4577, મરીન મીરાજ IND-GJ-25-MM-918, કિંગ પાલઘર IND-GJ-25-MM-5174 બોટોના રજીસ્ટ્રેશન તથા  ફિશીંગ લાયસન્સ આધાર-૩ થી રાષ્ટ્રીય સુરક્ષાના અગ્રીમ કારણોસર રદ કરાયા છે.

(11:45 am IST)