Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

દ્વારકામાં મંગળવારથી હોળીની ઝાળનાં સ્થાપન સાથે ફુલડોલ ઉત્સવ

દ્વારકા તા. ર૮ :.. ગુજરાતના આઠ જેટલા જીલ્લા માંથી તા. ૩ માર્ચ થી શરૂ થતા ફુલ ડોળ ઉત્સવનો પ્રારંભ થતા સાથે જ અમદાવાદ, બરોડા, મહેસાણા, વિરમગામ, મોરબી, રાજકોટ અને જામનગર જીલ્લાના લાખો પદયાત્રીઓ પગપાળા ચાલીને ભગવાન દ્વારકા બીરાજીનો અંદાજ જોવ મળે છે કાળીયા ઠાકોર ના ધામમાં વર્ષો વર્ષથી પદયાત્રીઓનો પ્રવાહા અવિરત વધી રહ્યો છે હિન્દુ રાષ્ટ્રના આ પવિત્ર મહા પર્વમાં સમગ્ર દ્વારકાધામ ભકિતના રંગમાં ગાંડુતુર બની જાય છે.

છસ્સો કી. મી.ના લાંબા અંતરની પદયાત્રાએ હિન્દુ ધર્મનો માનવી જ કરી શકે ભકિત શ્રધ્ધા અને આસ્થાના આ ઘોડાપુર માં ખાસ કરીને ગુજરાતનો ભરવાડ સમાજ મુખ્યત્વે જોડાય છે.

ભારે કદાવદાર અને હિમતદાન ભરવાડ સમાજના સ્ત્રી અને પુરૂષોમાં ૧૦ વર્ષના બાળક થી લઇને ૭પ વર્ષના પુરૂષે પણ પગપાળા ચાલી ને આવે છે દરેક જીલ્લાના ગ્રામ્ય વિસ્તારનો ખાસ પદયાત્રીનો પ્રવાહ જોવા મળે છે.

અમદાવાદ થી લઇને દ્વારકા સુધીના ભાવિક સંસ્થા દ્વારા ૪૦૦ થી પ૦૦ જેટલા  સેવાના કેમ્પ હાઇવે માર્ગો ઉપર લાગી જાય છે જેના કારણે પદયાત્રીઓને વિશેષ સેવા મળી રહે છે રાત્રી અને દિવસભર ચાલીને આવનારા પદયાત્રાઓને ભોજન, નાસ્તા તથા સ્નાનગૃહ અને રાત્રી રોકાણના કેમ્પ પણ સેવા ભાવી સંસ્થાઓ દ્વારા ઉભા કરાયેલા જોવા મળે છે.

(11:36 am IST)