Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

લખતરની કંકુબેનને રાજકોટ માવતરે જવા પ્રશ્ને પતિ મફાએ ધોકાથી ધોકાવી

રાજકોટ તા. ૨૯: સુરેન્દ્રનગરના લખતરની ભરવાડ પરિણીતા કંકુબેન મહેશ ઉર્ફ મફો ડોંડા (ઉ.૨૬)ને પતિ મહેશ ઉર્ફ મફાએ ધોકાથી માર મારી હાથે-પગે ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી હતી. કંકુબેનના ભાઇ રામાભાઇ રાજકોટના નવાગામ દિવેલીયાપરામાં રહે છે. તેના કહેવા મુજબ મારા બહેનને રાજકોટ માવતરે આટો મારવા આવવું હોઇ પતિ મહેશે માવતરે જવાની ના પાડી ઝઘડો કરી ધોલધપાટ કરી લીધી હતી.

(11:12 am IST)