Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ભાવનગરમાં ચકચારી ખંડણી, અપહરણના બનાવમાં વધુ બે ઝડપાયા

ઝડપાયેલ આરોપીઓની પૂછપરછમાં વધુ બે નામ ખુલતા હિંમતનગરથી 21 લાખથી વધુના મુદામાલ સાથે દબોચી લેવાયા

ભાવનગર,તા.૨૯: તનિષ્કા શોરૂમ ના મેનેજમેન્ટ એજન્ટ નું અપહરણઙ્ગ અને ખંડણીના ચકચારી બનાવ અંગે પોલીસે વધુ બે શખ્સોને ઝડપી લઈ રૂપિયા ૨૧ લાખ ની કિંમતના સોનાના ચાર હાર કબજે કર્યા છે

 

ગઇતા. ૨૯/૦૧/૨૦૨૦ ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે વાઘાવાડી રોડ ઉપર આવેલ તનિષ્ક સોનાના શો રૂમના મેનેજમેન્ટ એજન્ટઙ્ગ મુકેશભાઇ ચત્રુલાલ જોઘવાણી રહે. ભાંગલી ગેટ બાજુમાં હિલડ્રાઇવ પ્રારબ્ઘ રેસીડેન્સી ફલેટ નં-૧૦૧ ભાવનગર વાળાને તેના મકાન પાસેથી ચાર ઇસમોએ અપહરણ કરી ૫૦ લાખ રોકડ તથા ૫૦ લાખના સોનાના દાગીના મળી એક કરોડની ખંડણી લીઘેલ અને જેતે સમયે આ કામના ભોગબનનાર ફરીયાદીએ બીકના કારણે પોતાની ફરીયાદ જાહેર કરેલ નહી અને બાદમાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તા.૨૪/૦૨/૨૦૨૦ના રોજ ફરીયાદ નોઘવામાં આવેલ.

આ ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.ઙ્ગ અશોક કુમાર ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર ઇન્ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ.એમ.સૈયદ ને સુચના આપી તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવેલઙ્ગ જે ટીમ દ્રારા સદરહું ગૂન્હાના આરોપીઓ (૧) રોહિત માસાભાઇ કોતર રહે. કુંભારવાડા ગોકુળનગર (૨) યશપાલસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા રહે. સરકારી હોસ્પીટલ પાસે મફતનગર ભાવનગર (૩) શકિતસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા રહે. સરકારી હોસ્પીટલ પાસે મફતનગર ભાવનગર વાળાને ઘોરણસર અટક કરી.રજુ કરતા, કોર્ટે ગુન્હાની તા ૦૬/ ૦૩/ ૨૦૨૦ઙ્ગ સુધીના રિમાન્ડ મંજુર કરેલ .

દરમિયાન પુછપરછમાં વધુ બે આરોપીઓ (૧) નરેશ ભાઇ નાથાભાઇ કોતર/આહિર રહે. સીદસરઙ્ગ ભાવનગર તથા નં.(૨) હસમુખભાઇ ધીરૂભાઇ ચાડ/આહિર રહે.આદર્શ રેસીડન્સી, ટોપ-૩ સર્કલ પાસે, ભાવનગર મુળ ગામ કમળેજ નામ ખુલતા એલ.સી.બી.તથા એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ. તપાસ દરમ્યાન આરોપીઓ હિંમતનગર તરફ હોવાની ખાનગીરાહે હકીકત મળતા એક ટીમને તાત્કાલીક તપાસમાં હિમંત નગર ખાતે મોકલતા બંન્ને આરોપીઓને હિમતનગર ખાતેથી હુન્ડાય કંપનીની એસન્ટ કાર નંબર G J 06- BA 3691 સાથે પકડી અત્રે રજુ કરતા ધોરણસરની કાર્યવાહી કરેલ છે. અને તેઓની પાસેથી ખંડણીમાં લીઘેલ સોનાના દાગીના કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- તથા એસન્ટ કાર કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૧,૫૦૦/-મળી કુલ કિ.રૂ. ૨૧,૧૧,૫૦૦/- નો મુદામાલ તપાસના કામે કબ્જે કરવામાં આવેલ અને બાકી રહેતા સહ આોરોપીઓની તથા મુદામાલ અંગે પુછપરછ હાથ ધરેલ છે.(૨૨.૧૪)

(11:07 am IST)