Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જામનગર વોર્ડ નં.૧રમાં ભૂગર્ભ ગટરનું ખાતમુહુર્ત

  જામનગર : તા. ર૬ના રોજ વોર્ડ નં.૧રમાં કાલાવડ નાકા બહાર, નેશનલ સોસાયટીમાં ભૂગર્ભ-ગટરની વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવા ભૂગર્ભ-ગટરનું ખાતમુહુર્ત વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઇ ખફી જેનબબેન ખફી અને સહારાબેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે અહીં નેશનલ રેસીડેન્સીના સભ્યો હાજર રહ્યા હતા તથા બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા તે પ્રસંગની વિવિધ તસ્વીર. (મુકુંદ બદિયાણી)

(1:36 pm IST)