Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જુનાગઢ જગન્નાથજી મંદિરે હાંડિ ઉત્સવ

ર૬મી જાન્યુઆરી ૭૧માં પ્રજાસતાક દિન મહાસુદ બીજ, બંન્નેના સુભગ સમન્વયસાથે જગન્નાથજી મંદિર, જુનાગઢ ખાતે હાંડી ઉત્સવ અને ભારતમાતાના પુજનનો એક કાર્યક્રમ રાખેલ છે. આ વખતની હાંડી તનસુખગીરી બાપુ, પી.ટી પરમાર અશોકભાઇ વાજા તરફથી ધ્વજાજજી ચેતનભાઇ ચૌહાણ તરફથી ચડાવેલ હતી. તેમજ મુગટ નિર્મળભાઇ પરમાર તરફથી ચડાવેલ આ તકે શ્રી આરતીબેન જોષી કોર્પોરેટર દ્વારા ભારતમાતાનું પુજન કરાયેલ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા રથયાત્રા મહોત્સવ સમિતિના હોદેદારોમોટા પીર બાવા, તનસુખ ગીરીબાપુ પિટી પરમાર, વિરેનભાઇ શાહ, શૈલેષભાઇ પારેખ, રાજેન્દ્રભાઇ ચુડાસમા, નવનીતભાઇ શાહ, અમુભાઇ વાઢેર, રમેશભાઇ વાજા, મનોજભાઇ વાઘેલા, ભુરાભાઇ માંડણ, સાગર વાજા તથા નિર્મલભાઇ પરમાર સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. જગન્નાથજી  રથયાત્રા મહોત્સવ સમિતિના હોદેદારો, ભારતીય મઝદુર સંઘના હોદેદારો તેમજ વાણંદ સમાજના જ્ઞાતિ બંધુઓ તથા વિશાળ સંખ્યામાં ભાવિકોએ ભાઇ-બહેનો ઉપસ્થિત રહયા હતા.

(1:35 pm IST)