Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

એયુ કંપનીમાં મકાનનો ઓરીજનલ દસ્તાવેજ મુકી સાત લાખની લોન લીધા બાદ ખંભાળિયામાં ડુપ્લીકેટ દસ્તાવેજ બનાવી મકાન બીજાને પધરાવી દીધુ

ખંભાળિયા તા.ર૯ : ખંભાળિયાના ધરમપુર વિસ્તાર બિનખેતી સર્વે નં.૬૧પ-ર પ્લોટ નં.૧ર બ્લોક નં.૬ ક્ષેત્રફળ ૬૬ ૯પ ની ચોરસ મીટરની જગ્યામાં બાંધવામાં આવેલ રહેણાંક મકાન પર ધરણાંત પાલા ચાવડા રહે. પડાણા તા. લાલાપુર વાળાએ ખંભાળિયાની રજીસ્ટ્રાર કચેરી ખાતે રજીસ્ટર મોરગેજ ડીડ નં.કેબીએલ ૧પ૧૯-ર૦૧ર તા.૧૦-૪-ર૦૧રથી મોરગેજ ડીડ રજીસ્ટર કરાવી એયુ બેકમાંથી સાત લાખની લોન લીધી હતી. જેની ડિપોઝીટ પેટે ઉપરોકત મકાનના દસ્તાવેજ મોર્ગેજ માટે મુકયો હતો. બેંકમાં મોર્ગેજ દસતાવેજ હોવા છતા ધરણાંત ચાવડાએ આ મકાન ખજુરીયા ગામે રહેતા માલદેભાઇ મેરામણભાઇ ચંદ્રવાડીયાનો ખંભાળિયા રજીસ્ટ્રાર કચેરી નં.કેબીએલ ૧૦પ૬-ર૦૧પ તા.૭-૪-ર૦૧પથી બોગસ દસ્તાવેજ બનાવી મકાન વેંચી નાખી એયુ કંપની પાસેથી લીધેલી લોનના રૂ. સાત લાખ ન ચુકવતાં કંપનીના કર્મચારી અજય રમેશ સોલંકી રહે. જે ૧ કોમ્પ્લેકસ બાલાજી હોલ પાસે રાજકોટ વાળાએ ધરણાંત પાલા ચાવડા વિરૂધ્ધ છેતરપીંડી વિશ્વાસઘાતની કર્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે આઇપીસી  કલમ ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭ તથા ૪૬૮ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ખભાંળિયા હાથ ધરી છે.

નાના આંબલાની  પરિણીતાને ત્રાસ

ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામની પરિણીતાને પતિ સહિત સાસરીયાઓ ત્રાસ આપતા પરિણીતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતા ગુલાબાનુ હુશન ધાવડા (ઉ.વ.ર૯)નીએ ફરિયાદમાં જણાવ્યા છે કે લગ્નજીવન દરમિયાન પતિ હુશેન ખમીશા ઘાવડા, સસરા ખમીશા ઇસ્માઇલ ચાવડા, સાસુ હુશેનાબેન, નણંદ શબિરા તથા જેઠ ફીરોન ખમીશા બધા સાથે મળી દુઃખ ત્રાસ આપી તુ ગમતી નથી તારે છોકરા નથી તેમ કહી ગાળો કાઢી મારકુટ કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:26 pm IST)