Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જામનગરના મોટી ખાવડી પાસે દારૂની ૫૪૬ બોટલો સાથે આઈસર ચાલક ઝડપાયોઃ ૫.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત

 જામનગર, તા. ૨૯ :. મેઘપર પોલીસ મથકના એફ.એમ. ચાવડાએ તા. ૨૯ના રોજ જામનગર-ખંભાળીયા હાઈવે રોડ મોટી ખાવડી રેલ્વે ફાટકથી આગળની આ કામના આરોપીઓ ચંદુલાલ અમરાભાઈ ઘાટીયા રહે. ડુંગરપુર રાજસ્થાનવાળો પોતાની ભોગવટાની આયસર જીજે ૧૦ ટીવી ૭૬૩૬માં ઈંગ્લીશ દારૂની ૫૪૬ બોટલો કિંમત રૂ. ૨,૭૩,૦૦૦ તથા આઈસર ગાડી કિંમત રૂ. ૩ લાખ તથા મોબાઈલ ફોન કિંમત રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૩,૭૩,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર ખીમરાજ નાથસુર ચારણ રહે. જોગવડ અને બેચર વેલા ડામોર રહે. રાજસ્થાનવાળો નાસી ગયા હતા.

(1:26 pm IST)