Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જેતપુરમાં કારખાનામાંથી ૯૦૦ મીટર મલમલ કાપડની ચોરી

 જેતપુર, તા. ર૯:  જેતપુરના ઘેટાવાળા પ્લોટમાં કારખાનામાંથી તસ્કરો ૯૦૦ મીટર મલમલ કાપડ ચોરીની ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

શહેરના ફુલવાડી ભાદર રોડ વિસ્તારમાં રેહતા રાજેન્દ્રભાઇ આણંદજીભાઇ જોગી ઘેટાવાળા પ્લોટમાં નેહા પ્રિન્ટ નામનું કારખાનામાં રાત્રીના સમયે કોઇ અજાણ્યા તસ્કરે તાળુ તોડી ઓફીસમાં રાખેલ સફેદ મલમલ કાપડ અંદાજીત ૯૦૦ મીટર કિ. રૂ. ર૧,૦૦૦/- ની ોચરી કરી ગયા હતા. પોલીસે ફરીયાદ નોંધી પગેરૂ શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

(1:26 pm IST)