Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જુનાગઢમાં મધુરમ ખાતે દારૂની મહેફીલ માણતા પાંચ શખ્સોની ધરપકડ

શહેરમાંથી કુલ ૧પ ઇસમો રાજાપાઠમાં પકડાયા

 જુનાગઢ તા.ર૯ :  જુનાગઢમાં મધુરમ ખાતેથી પોલીસે દારૂની મહેફીલ માણતા છ શખ્સોની ધરપકડ કરી એક જ યાદીમાં કુલ ૧પ ઇસમોને રાજાપાઠમાં પકડી પાડતા નશાખોરોમાં હલચલ મચી ગઇ છે.

ડીઆઇજી મન્નીદરસિંહ પવાર અને એસપી સૌરભસિંઘની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એબી અને સી ડીવીઝન પોલીસે સપાટો બોલાવીને છ નશાખોરોને પકડી પાડયા હતા.

જેમાં સી ડીવીઝનના ફોજદાર શ્રી લડવા તેમજ સ્ટાફના કનકસિંહ, રવિન્દ્રભાઇ, સંજયભાઇ, ભગવાનજીભાઇ વગેરેએ ગત રાત્રે ૧૧ વાગ્યે મધુરમ બાયપાસ ખાતે દરોડો પાડીને છ શખ્સોને દારૂની મહેીલ માણતા ઝડપી લીધા હતા.

જેમાં પોલીસે જુનાગઢના મંગલધામ યોગેશ મનસુખભાઇ મેવાડા (ઉ.વ.ર૦) માણાવદર વેળવા ગામનો મુકેશ સોમાભાઇ પરમાર (ઉ.વ.ર૭), જુનાગઢના ઝાંઝરડા રોડનો રાજુ હમીરભાઇ મુળીયાસીયા (ઉ.વ.ર૬) કોડીનારનો અલ્પેશ ભોજાભાઇ વાજા (ઉ.વ.ર૪) અને ઝાંઝરડા વિસ્તારનો આકાશ પ્રફુલભાઇ રાતડીયાને નશો કરેલી હાલતમાં પકડી પાડી તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત એ ડીવીઝનાં પોલીસ કર્મી ભાવેશભાઇ પ્રવીણભાઇ, અનકભાઇ  વગેરેએ ધરારનગરનો મહેશ અમુભાઇ ધુધલને તથા બુકર ફળીયાનો જાવિદ નજીર મુલાનીને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડયો હતો.

તેમજ બી ડીવીઝનના અજયસિંહ આંબાવાડી પરેશ ચંદુભાઇ ગજેરા પો.કો. રમેશભાઇ ખલીલપુર રોડનો નિલેશ આંબાભાઇ ગજેરા વિરાભાઇએ જોશીપુરાનો મનીષ છગનભાઇ વેકરીયા  અને પોલીસ કર્મી પ્રશાંતભાઇએ પ્રદીપભાઇ ખાડીયાનો બાબુ રણમલભાઇ મકવાણાને નશો કરેલી હાલતમાં પકડી લીધો હતો.

(1:26 pm IST)