Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

પોરબંદરના રાજવી નટવરસિંહજીની તાજપોશીનો કાલે ૧૦૧ વર્ષમાં પ્રવેશ

પિતા ભાવસિંહજીનું નિધન થતા નટવરસિંહજી ગાદી વારસ થયેલ અને સગીર વય હોય એકસો વર્ષ પહેલા વસંત પંચમીએ રાજવી તરીકે ગાદી સંભાળી હતી

પોરબંદર તા. ર૯ : પોરબંદરના રાજવી નટવરસિંહજી જેઠવાએ રાજવી તરીકે ગાદી સંભાળી તેની તાજપોશીનો કાલે વસંતપંચમીએ ૧૦૧ વર્ષમાં પ્રવેશ થઇ રહેલ છે.

 

દેશી રજવાડા છેલ્લા તખ્તનશીન રાજવી જેઠવા વંશના મહારાણા સ્વ. નટવરસિંહજી જેઠવાનો જન્મ ૩૦ મી જુન ૧૯૦૧માં શીતલા ચોક દરબાર ગઢમાં થયેલ ડીસેમ્બર ૧૯૦૮ માં પિતા ભાવસિંહજીનું અવશાન થતા નટવરસિંહજી ગાદી વારસ થયા પરંતુ સગીર વયના અને અભ્યાસ કરતા હોય એડમીનીસ્ટ્રેશન આવ્યુ઼ હતું.

ર૬મી જાન્યુઆરી ૧૯ર૦ને વસંત પંચમીના દિવસે ગાદી (તખ્ત) નશીન થયા ત્યારબાદ લીંબડીના કુંવરી રૂપાળીબા સાથે તે  વર્ષમાં લગ્ન કર્યા રાજકોટ ખાતે રાજકુમાર કોલેજ રાજકોટ ખાતે સિનિયર કેમ્બ્રિજનો અભ્યાસ પુરો  (સને ૧૯ર૦ થી ૧૯૪૮ સુધી પોરબંદરના રાજવી તરીકે રાજગાદી સંભાળી બેનમુન અને આદર્શ રાજવી તરીકે લોકપ્રિય હાંસલ કરી રાજયનો વિકાસ કર્યો તેમાં સહભાગી ઉદ્યોગપતી રાજરત્ન સ્વ. શેઠશ્રી નાનજીભાઇ કાલીદાસ મહેતાનો ફાળો સાથે મહત્વ પુર્ણ રહ્યો પોરબંદર શહેર બેનમુન કુદરતી સૌદર્ય આપતુ બબનાવ્યું તેમજ ગામડાનો વિકાસ કર્યો ખેત ઉદ્યોગમાં પણ મોખરાનુ સ્થાન તેમજ શિક્ષણમાં ઉચ્ચતર માધ્યમીકમાં મોખરાનું સ્થાન પોરબંદરનું અપાવેલ.

ઉલ્લેખનીય છે કે, જેઠવા વંશમાં છેલ્લા ત્રણ પેઢીથી દત્તક પ્રથા રહી છે લોકવાયકા જુની પેઢીની જાણકારી આપે છે. મહારાણા (રાણા) સ્વ. નટવરસિંહજી જેઠવા પણ સ્વ.રાણા ભાવસિંહજી જેઠવા રાજમાતા રામાબા (બામા) સાહેબના દત્તક પુત્ર હતા કારણ સ્વ.રાણા ભાવસિંહજી જેઠવા ક્ષયની બિમારીથી પીડીત હતા તે સમયમાં ટી.બી.-ક્ષય રાજરોગ ગણાતો આ અત્યંત ગુપ્ત રહસ્ય રહેલ છે જે જુની પેઢી જાણે છે. તે કહે છે. એક સાધુના આશીર્વાદથી નાનપણથી રાજગાદી વારસથી પૂર્વ  માતા-પિતાને આશીર્વાદ મળેલા.

મહારાણા  નટવરસિંહજી જેઠવાના કાર્યકાળ દરમ્યાન સને ૧૯ર૩માં બંગાળના કવિયર રવીન્દ્રનાથ ટાગોર પોરબંદર રાજય મહેમાન થયા નટવરસિંહજી  હજુર પેલેસમાં તેમના ફોટાગ્રાફ હૈયાત છ.ે તા.૩૦/૧/ર૦ર૦ ગુરૂવારના રોજ વસંત પંચમી પોરબંદર સ્વર્ગસ્થ રાજવીનો તાજપોશી દિવસ ૧૦૦ એકસો વરસ પુર્ણ કરી ૧૭૧ મો એકસો એકમો મંગલ પ્રવેશ થશે.

સને ૧૯ર૮માં પોરબંદર ખાતે મહારાણા મિલના કંમ્પાઉન્ડમાં કાઠીયાવાડ રાજકીય પરિષદ ઠકકરબાપાના પ્રપ્રમુખ પદે મળેલી જેમાં તેમાં પુ.ગાંધીજી. અબ્બાસ તૈયબજી અને પોરબંદરના રાજવી નટવરસિંહજી ઉપસ્થિત રહેલા વ્યસન મુકિત અને ખાદી પ્રોત્સાહનની  ત્યારથી રાજવીએ શરૂઆત કરેલી 'હરિજન હિત વર્ધક ટ્રસ્ટની'સ્થાપના અને નરસંગ ટેકરી સામે આવેલ આંબેડકર નગરના વિશાળ કેમ્પસમાં ચરખા વણાટથી ખાદી કાપડ તૈયાર થઇ પેલેસ ઓફીસ આવતું ત્યાથી વિતરણ થતું.

પૂર્વ પ્રાથમીક પ્રાથમીક માધ્યમિક શિક્ષણ આપતી રાજય દ્વારા ચાલતી કન્યાશાળા ૧૮૮૦ માં સ્થપાયેલ ૧૯૧૮ માં થી માધ્યમિક શાળામાં ચિત્રકલા, સંગીતકલા, સુથારી કામની તાલીમ અપાતી હતી.

તા.રપ,ર૭,ર૮, જુન ૧૯૩ર ની ફર્સ્ટ એમ.સી.સી.ટીમ સામે લોર્ડજોન ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ખાતે રમનાર ભારતીય ક્રિકેટ ટીમમાં પહેલા કેપ્ટન રાજવી નટવરસિંહજી હતા તેઓએ કેપ્ટનનો ચાર્જ ટીમના વિશાળ હિતમાં સી.કે. નાયડુને સોંપેલ હતો.

સને ૧૯૪પ-૪૬ માં જગવિખ્યાત પ્રિન્સ દુલીપના નામે એશીયાબેસ્ટ ક્રિકેટ સ્કુલ સથાપી, વિજય મરચન્ટ પેવેલીયન અને ક્રિકેટના નિયમો માર્ગાદર્શન આપતી પુસ્તિકા પણ રાજવી નટવરસિંહજીએ પ્રસિદ્ધ કરી. વસ઼ત પંચમી, હનુમાન જયંતિ, શ્રાવણ સાત આઠમના મેળા દરમ્યાન સઅને ૧૯૧૮ થી ઓલમ્પિક ટાઇપની રમતો રમાતી સને ૧૯૪પમાં મેરેથોન દોડ ર૬ માઇલની નવી બંદરથી પોરબંદર યોજતી આ સ્પર્ધામાં ઉંમરના બાધ સિવાય ૬૦ થી ૬પ વર્ષના મેર- રબારી-ખારવા યુવાનો ભાગ લેતા અનુ જાગા સતત બે વરસ સુધી પ્રથમ આવેલ.

સને ૧૯પ૪માં રાજવી નટવરસિંહજીએ જુનો રાજમહેલ બી.એડ.કોલેજ માટે સ્પષ્ટ પણે શૈક્ષણિક હેતુ માટે શિક્ષણ ખાતાએ સુપરત કર્યો.

રાજવી નટવરસિંહજી વિવિધ લલિતકલા, સંગીત, સાહિત્ય અને ચિત્રકલાના જ્ઞાતા હતા સુસંસ્કૃત અને અતિ વિન્યમ્ર રાજવી હતા.

ગુજરાતીના મહાકવિ ન્હાનાલાલ અને રાજકુમાર કોલેજના પોતાના પ્રિય શિક્ષકને ૧૯૩૩માં બે નિમંત્રેલા અને સુદામાં ચોકમાં બહુમાન કર્યુ હતું.

રાજવી નટરવસિંહજી દેશ-પરદેશના પ્રવાસ દરમિયાન ફોટોગ્રાફી અને ૧૬ અને ૩પ એમ.એમ.ની ફિલ્મ ઉતારતા, પ્રોજેકટ ઉપર સીમીત લોકોને નિમંત્રીને બતાવતા અને પોતે કોમેન્ટરી વર્ણન કરતા અને જાહેર સભામાં પોતાના વકતવ્યમાં તેનો ઉલ્લેખ કરીને લોકોને જાણ કરતા.

રાજવી કોર્ટ કચેરીમાં પૂર્વ મંજુરી વગર અરજદારો ન્યાય માટે રૂબરૂ મળી શકતા ઉપરાંત રસ્તામાં પણ મોટરની ગતી એટલી ધીમી રહેતી કે તેઓને અરજી આપી શકાતી અને અનિવાર્ય કિસ્સામાં રસ્તામાં રોકીને પણ અરજ ગુજારીકરી શકાતી હતી તેઓને પાયલોટીંગ ન હતું નિર્ભય રજુઆત કરી શકાતી.

:સંકલનઃ

સ્મિત સી.પારેખ

ફોન નં. (૦ર૮૬) રર૪ર૭૯૪

પોરબંદર-૩૬૦પ૭પ

(1:22 pm IST)