Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ભાવનગર જિલ્લાને કુપોષણ મુકત કરવા બે વર્ષ અભિયાનઃ ગૌરાંગ મકવાણા

શહેર-જિલ્લાના ૩૭૬૮ બાળકોને દત્તક લેવામાં આવશે

ભાવનગર, તા.૨૯: ગુજરાતના તમામ બાળકો તથા માતાઓ તંદુરસ્ત બને તે માટે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તા. ૨૩/૦૧/૨૦૨૦ના રોજ દાહોદ ખાતેથી આહવાન કરેલ જે અંતર્ગત સરકારના તમામ વિભાગો, સ્વેચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, તથા જનભાગીદારીના સહિયારા પ્રયાસથી સુપોષિત ગુજરાતનુ સ્વપ્ન સાકાર થાય તે માટે ગુજરાત પોષણ અભિયાન – ૨૦૨૦ થી ૨૦૨૨ની વ્યુહરચના ધડવામા આવી છે.

કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે જિલ્લામા તમામ બાળકો પોષણયુકત બને તેમજ એકપણ બાળક કુપોષિત કે અતિ કુપોષિત ન રહે તે માટે આગામી ૨ વર્ષમાં સતત પ્રયત્નો કરી કુપોષણ દુરા કરવા કામગીરી હાથ ધરવામા આવશે. જિલ્લામા હાલ શહેરી વિસ્તારમા ૧૦૭૩ તેમજ ગ્રામીણ વિસ્તારમા ૨૬૯૫ કુપોષિત બાળકો છે. જે તમામ બાળકોને પોષણ વાલીઓ તરફથી દત્ત્।ક લેવામા આવશે. આ પોષણ વાલીઓ સરકારશ્રી તરફથી અપાતો પોષણ આહાર તેમજ પોષણ અંગેની અન્ય કાળજી લેશે અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડશે.

જેમાં હાલ ગ્રામિણ કક્ષાએ ૧૧૦૮ તેમજ શહેરી વિસ્તારમા ૩૦૦ પોષણ વાલીઓએ કુપોષિત બાળકો દત્ત્।ક લેવાની તૈયારી દર્શાવી છે. વધુમા વધુ લોકોઆ અભિયાનમા જોડાય તેવી કલેકટરશ્રી દ્વારા જાહેર અપીલ કરાઈ છે. પોષણ વાલી તરીકે નામ નોંધાવવા જિલ્લા પંચાયત કચેરીની આઈ.સી.ડી.એસ. શાખાનો સંપર્ક કરવાનો રહેશે.

ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નો મુખ્ય હેતુ લોક ભાગીદારી દ્વારા બાળકોના પોષણ સ્તરમા સુધારો લાવવાનો છે. જેના ભાગરૂપેતા.૩૦ જાન્યુઆરીથી ૧ લી ફેબ્રુઆરી સુધી જિલ્લામા અનેકવિધ પોષણલક્ષી કાર્યક્રમો હાથ ધરવામા આવનાર છે.

(12:19 pm IST)