Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગાંધીધામ પાલિકા દ્વારા પકડાયેલ ૧૫૦ આખલાઓ નાસી છૂટયા

ક્રૂરતાપૂર્વક પાંજરાપોળના ટેમ્પોમાં ભરતી વેળાએ જીવદયા પ્રેમીઓએ વિરોધ કરાયા બાદ આખલાઓને પાલિકાના કર્મીઓએ છુટ્ટા મૂકી દીધાનો આક્ષેપ

ભુજ, તા.૨૯: ગાંધીધામ નગરપાલિકા દ્વારા ૨૦૦ જેટલા રખડતા આખલાઓને પકડીને રામલીલા મેદાનમાં રખાયા હતા. દરમ્યાન આ આખલાઓને ડીસા પાંજરાપોળમાં ખસેડવાની કામગીરી રાત્રે હાથ ધરાઈ હતી જે વેળાએ આ આખલાઓને ક્રૂરતાપૂર્વક ટેમ્પોમાં ભરવામાં આવી રહ્યાં હોઈ અખિલ ભારતીય નવયુગ સંસ્થાએ વિરોધ કરી આ કામગીરી રોકાવી હતી. જોકે, સવારે માત્ર ૧૦ થી ૧૨ બીમાર આખલાઓ સિવાય મેદાન સાફ જોવા મળતા જીવદયાપ્રેમીઓએ તપાસ કરી હતી. તો, રાત્રે વિરોધ કરાયા બાદ તમામ આખલાઓ ખુલ્લા મૂકી દેવાયા હોવાનું જાણવા મળ્યું હતું. ચોંકી ઉઠેલા જીવદયાપ્રેમીઓએ આ આખલાઓને ઇરાદાપૂર્વક ખુલ્લા છોડી દેવાયા હોવાનો આક્ષેપ કરી કલેકટર સમક્ષ ગાંધીધામ પાલિકા વિરુદ્ઘ રજુઆત કરવાનો નિર્ણય કર્યો છે.

(12:19 pm IST)