Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગોંડલના ભરૂડીમાં જયપાલ સરવૈયા ઉપર પત્ની-સાસુ સહિત ત્રણનો છરીથી હુમલો

રાજકોટ સ્થિત ભાવીકાબેન, રેખાબેન અને નરેન્દ્ર સામે ગોંડલ તાલુકા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૨૯: ગોંડલના ભરૂડી ગામે ખાંટ યુવાન પર પત્ની અને સાસુ સહિત  ત્રણે છરીથી હુમલો કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે.  પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભરૂડી ગામે રહેતા અને મજુરી કામ કરતા જયપાલ દામજીભાઇ સરવૈયા (ઉ.વ.ર૧) ના ઘરે ધસી જઇ રાજકોટ સ્થિત પત્ની ભાવીકા અને સાસુ રેખાબેન રમેશભાઇ વાઘેલા તથા નરેન્દ્રભાઇ નામના શખ્સે છરીથી હુમલો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ વચ્ચે પડેલ જયપાલના માતાને પણ ઉકત ત્રણેયે માર માર્યો હતો.  ઇજાગ્રસ્ત ફરીયાદી જયપાલ અને તેની પત્ની ભાવીકા વચ્ચે ઝઘડો થતા ભાવીકા ૪ માસથી પીયરે ચાલી ગઇ છે અને જયપાલ  ભાવીકાને સાસરે આવી જવા માટે ફોન કરતો હોય સાસુ રેખાબેને પુત્રી સાથે ભરૂડી જઇ મારી દિકરીને તેડવા માટે ફોન કરતો નહિ મારે તેને તારા ઘરે મોકલવી નથી તેમ કહી છરીથી હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે ઉકત ત્રણેય સામે ફરીયાદ થતા ગોંડલ તાલુકાના હેડ કોન્સ્ટેબલ કે.એચ.જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(12:17 pm IST)