Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ધોરાજીમાં દુકાનો બંધ કરાવવા યુવાનોને પ્રયાસઃ પોલીસે દુકાનો ખોલાવી દીધી

ધોરાજી, તા.૨૯:ધોરાજીમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયત્ન કરનાર અમુક યુવાનો દ્વારા ગઇકાલે રાત્રીના દુકાને દુકાને જઇને બુધવારે ધંધા-રોજગાર બંધ રાખવા માટે ફર્યા હતા બાદ સવારે ધોરાજીના ત્રણ દરવાજાથી શાકમાર્કેટ વિસ્તાર સુધીમાં ભારત બંધના એલાનના અનુસંધાને ધોરાજીમાં સીએએ ના વિરોધમાં બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો જે અંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી ને જાણ થતા તેઓ તાત્કાલિક પોલીસ કાફલા સાથે ધોરાજીના ત્રણ દરવાજાથી શાકમાર્કેટ સુધી પેટ્રોલીંગ હાથ ધરતા અને જે દુકાનો બંધ કરાવી હતી અને તાત્કાલિક ખોલાવી હતી અને પોલીસને જોઈ યુવાનો ભાગી ગયા હતા.

આ સમયે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીએ જણાવ્યું કે ધોરાજી શહેરમાં કાયદો અને વ્યવસ્થા બાબતે બિલકુલ શાંતિ છે ત્યારે અમુક અસામાજિક તત્વો ધોરાજીમાં અશાંતિ સર્જાય તેવો પ્રયત્ન કરતા અને દુકાનો બંધ કરાવવા નીકળતા જે બાબતે અમોને જાણ થતા તાત્કાલિક પગલાં ભર્યા છે અને અજાણ્યા યુવાનો અમને જોઈ નાસી ગયા છે આ બાબતે જે લોકોને દુકાન બંધ હતી તેમને તાત્કાલિક ખોલાવી છે અને હાલમાં ધોરાજીમાં સદ્યન પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ બાબતે ધોરાજીના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો નો પણ પૂરો સહકાર છે અને ગામમાં સંપૂર્ણ શાંતિ છે તેમ પોલીસ ઇન્સ્પેકટર જોશીએ જણાવ્યું હતું.

(12:16 pm IST)