Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

પ્રભાસપાટણ નાના કોળી સમાજમાં મહાબીજના દિવસે માલપુવાનો પ્રસાદ

પ્રભાસપાટણ : મુકામે મહાબીજના દિવસે માલપુવાનો પ્રસાદ બનાવવામાં આવેલ, જેમાં તેલ,ગોળ અને લોટ સહિતની સામગ્રીના માલપુવા બનાવવામાં આવે છે અને એક હજાર કિલોના માલપુવાનો પ્રસાદ તૈયાર થાય છે. મહાબીજના દિવસે સવારના જ ૮ થી ૧૦ મોટી કડાઇઓમાં તેલ મુકીને કારીગરો દ્વારા બનાવવાનું શરૂ કરે છે તે આખો દિવસ ચાલે છે. માલપુવાને મીની ટ્રેકટરના ગાડામાં ભરી અને નાના કોળી સમાજની વાડીમાં સ્ટોર કરવામાં આવે છે અને રાત્રીના સમયે નાના કોળી સમાજના દરેક લોકો સાથે મળીને આ માલપુવાનો પ્રસાદ લે છે. આ માલપુવા બનાવવાની પ્રથા કોળી સમાજમાં ૪૦ વર્ષથી મહાબીજના દિવસે બને છે. કાર્યક્રમને સફળ બનાવવામાં નાના કોળી સમાજના પ્રમુખ પ્રવિણભાઇ ચુડાસમા અને દરેક આગેવાનો તેમજ યુવાનો એ જહેમત ઉઠાવી હતી. પ્રસાદ બનાવવામાં આવ્યો તે તસ્વીર (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસપાટણ)

(12:15 pm IST)