Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગધેથડ ગાયત્રી આશ્રમમાં પૂજય લાલબાપુના સાનિધ્યમાં યજ્ઞ

 ઉપલેટા :  ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ ના વેણુ - ૨ ડેમ પાસે વેણુ નદીના કાંઠે આવેલ માં ભગવતી ગાયત્રીના વેણુ ગંગા ગાયત્રી આશ્રમ ખાતે આજરોજ મહા ગાયત્રી યજ્ઞ પરમ પૂજય સંત શ્રી લાલબાપુના સાનિધ્યમાં યોજાયો હતો. આ યજ્ઞમાં ખુબ મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડ્યા હતા. બપોરે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના અને આજુબાજુના તાલુકાઓમાંથી ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. રાત્રિના સમયથી પૂજય લાલબાપુ તેમજ તેમના શિષ્ય રાજુ ભગત ફરી સાધનામાં જતા રહેલ હોય. સાધના કુટીર માંથી કયારે બહાર નીકળશે તે ચોક્કસ સમય જાહેર કરવામાં આવેલ નથી. અગાઉ પણ બે-ત્રણ વખત પૂજય લાલબાપુ અને રાજુ ભગત સાધનામાં જતા રહેલ ત્યારે છ માસ કયારેય અઢાર માસ એવી રીતે સાધના કરવા જતા રહેલ હતા. આ વખતે કોઈ ચોક્કસ સમય આપવામાં આવેલ નથી. મોડી સાંજ સુધી ભાવિકો દર્શન નો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા.યજ્ઞ યોજાયો તે તસ્વીર.

(12:15 pm IST)