Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

મીઠાપુર - સુરજકરાડીની શાળાઓમાં પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી

 મીઠાપુર : ઓખામંડળ તાલુકાના મીઠાપુર અને સુરજકરાડીની શાળાઓમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રજાસતાક દિવસની શાનદાર ઉજવણી કરાઇ હતી. મીઠાપુરની નૂતન બાલશિક્ષણ સંઘમાં સવારે ૮-૨૫ વાગ્યે મીઠાપુર ટાટા કંપનીના અધિકારીઓ એન. કામથસાહેબ ટાઉન વિભાગ વિજયભાઇ ત્રિવેદી તથા શાળામાં ટ્રસ્ટીગણોની હાજરીમાં શ્રીમાન અને શ્રીમતી સતીશભાઇ ત્રિવેદી દ્વારા ધ્વજવંદન કરાયુ હતુ તો સુરજકરાડીના કૃષ્ણનગરમાં આવેલ શ્રી કૃષ્ણનગર પ્રા.શાળામાં પણ વહેલી સવારે ૮ વાગ્યે ધ્વજવંદન કરાયા બાદ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે દેશભકિત ગીત ડમબલ્સ વડે કૃતિઓ રજૂ કરાઇ હતી. આ દેશભકિત કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉપરાંત વાલીગણ પર ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : દિવ્યેશ જટાણીયા,મીઠાપુર)

(12:14 pm IST)