Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જૂનાગઢ ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં ધ્વજવંદન

 જૂનાગઢ : ખામધોળ રોડ જૂનાગઢમાં આવેલ ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં સંસ્થાના પ્રમુખ જયસુખભાઇ બુટાણી તેમજ ટ્રસ્ટી હરેશભાઇ પરસાણા, સુભાષભાઇ ભોગાયતા, પિયુશભાઇ સાવલીયા, ભાવીનભાઇ વિરાણી, ગઢવી સાહેબ, અંકુરભાઇ જસાણી, કલ્પેશ ભુત સાહેબ, ઝીલ મેડમ, ડાભી નિકુંજભાઇ તેરૈયા તથા પ્રિન્સીપાલ કે.એમ.ઠુંમર અને સ્કુલના તમામ સ્ટાફગણની હાજરીમાં ૭૧માં પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી કરાઇ હતી. પ્રમુખ જયસુખભાઇ બુટાણીના હસ્તે ધ્વજવંદન બાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી દિપપ્રાગટય બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત ગીત, ફયુઝન ડાન્સ એક પાત્રીય અભિનય, નાટક તેમજ અન્ય કૃતિઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ. કીડસ વિભાગ અને ધો. ૧ થી ૧૨માં ૧ થી પ નંબર આવેલ વિદ્યાર્થીઓને મંચસ્થ મહેમાનો શાળાના સ્ટાફગણના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરેલ. ટ્રસ્ટી હરેશભાઇ પરસાણા, પિયુષભાઇ સાવલીયા, કે.એમ.ઠુ઼મર, નિકુંજભાઇ તેરૈયા તથા ટીચર જયશ્રીબેન પાંડાવદરા દ્વારા પ્રાસંગીક પ્રવચન આપેલ. કાર્યક્રમનું સંચાલન શાળાના સ્ટાફે કરેલ તે તસ્વીર.

(12:13 pm IST)