Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કચ્છ જિલ્લા નાગરિક સમિતિ દ્વારા ભુજમાં નાગરિકતા સુધારા એકટ CAAની મહા સમર્થન રેલી યોજાઇ

ભુજઃ આઝાદી પછી અખંડ ભારતના નિર્માણમાં ૫૬૨ રજવાડાંઓને ભેગાં કરવાનું મહાનકાર્ય એક ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું તેવું જ કાર્ય ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ-કાશ્મિરમાંથી ૩૭૦ કલમ અને ૩૫-એ ની નાબૂદી સાથે સી.એ.એ. નાગરિકતા સુધારા એકટ સંસદના બંને ગૃહોમાં પસાર કરાવી સરદાર પટેલના સ્વપ્નને સાકાર કર્યું છે. દેશની એકતા અને અખંડિતતાને તોડવા મથતા તત્વો સામે જરૂર પડે ઊભાં રહેવા સૌ સંકલ્પ કરવા આજે ભુજ ખાતે સીએએના સમર્થનમાં કચ્છ જિલ્લા નાગરિક સમિતિની મહારેલીને સંબોધતાં કચ્છના ભારીમંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે ઉપસ્થિત સમાજના તમામ વર્ગોને આહ્વવાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મિરમાંથી પંડિતોને જયારે હિજરત કરવી પડી હતી ત્યારે કોઇએ તેમની પૃચ્છા કરી ન હતી. ભારતમાં સર્વ સમાજનો વિકાસ થાય છેે.રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે સીએએના સમર્થનમાં એકતા રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે, દેશના જાવત્સલ ધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી  અમીતભાઈ શાહ દ્વારા સંસદના બંને ગૃહોમાં પસાર કરાવાયેલ સીએએના કાયદાના સમર્થનમાં ખભે-ખભાં મિલાવીને ઊભા રહેવાનું આહ્વવાન કરતાં પાકિસ્તાન, અફદ્યાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા લદ્યુમતિ સમાજ ઉપર થતાં અત્યાચારને પરિણામે ભારત આવેલા શરણાર્થીઓને દેશનું નાગરિકત્વ આપવા કાયદો દ્યડાયો છે, કોઇનું નાગરિકત્વ છીનવાનો નથી.આ તકે દેશ ભાજપના શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ સી.એ.એ. કાયદામાં નાગરિકતા આપવાની જોગવાઇ હોવાનો ઉલ્લેખ કરી કોઇ નાગરિકની નાગરિકતા છીનવાનો નહીં પરંતુ નાગરકિત્વ આપવાનો કાયદો હોઇ ભારતને કોઇપણ નાગરિકને ગભરાવવાની જરૂર નથી.પ્રારંભે સ્વામિ નારાયણ સંદાયના અક્ષરસાદદાસજી, એકલ મંદિરના મહંતશ્રી દેવનાથ બાપુ, અંજાર સચ્ચિદાનંદ મંદિરના ત્રિકમદાસજી મહારાજ તથા અન્ય સાધુ સંતોએ સી.એ.એ. ના સમર્થનમાં મહારેલીને આશીર્વચન પાઠવતા અને કાયદાનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે સી.એ.એ.નો કાયદો ભારત દેશને ગૌરવ અપાવનાર કાયદો બની રહેશે. આ વિશાળ સમર્થન રેલીમાં બાર એસોસિએશન, એન્જિનયર એસો. સી.એ. એસો., આઇ.એમ.એ., આર.એસ.એસ., એ.બી.વી.પી., લાયન્સ કલબ, મુસ્લિમ સમાજ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, સહિતના તમામ વર્ગોના સમર્થકોએ રેલીમાં જોડાઇને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાર્થક કરી હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લાના પટેલ સમાજ, મહેશ્વરી સમાજ, સરદાર સમાજ, આહિર સમાજ, બ્રહ્મ સમાજ, દરજી સમાજ, ભાનુશાલી સહિત સર્વે સમાજના અગ્રણીઓએ આ રેલીના સમર્થનમાં હાથમાં તિરંગા અને બેનર લઇને સી.એ.એ. ના સમર્થનમાં જોડાયા હતા. આ સંગે કચ્છ-મોરબી લોકસભા બેઠકના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સભાને સંબોધન કર્યું હતું. આ સભામાં ધારાસભ્યો સર્વેશ્રી ડો. નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કચ્છ ભાજપના અધ્યક્ષ કેશુભાઇ પટેલ, અગ્રણી સર્વેશ્રી રાજેશભાઇ ભટ્ટ, રાજુભાઇ સરદાર, દિલીપભાઇ ત્રિવેદી, કાનજીભાઇ મહેશ્વરી, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, આર.એસ.એસ.ના નવીનભાઇ વ્યાસ, પાકિસ્તાનના પૂર્વ એમ.એલ.એ. અને વિસ્થાપિત એવા રામસંગજી સોઢા સહિતના મોટી સંખ્યામાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી સમર્થકો આ મહારેલીમાં જોડાયા હતા.તે પ્રસંગની તસ્વીર.

(12:10 pm IST)