Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ઉનાના વાવરડાથી કાંધી રોડની અધુરા કામ પ્રશ્ને નાયબ મુખ્યમંત્રીશ્રીને રજુઆત

ઉના તા ૨૯  :  તાલુકાના ભાયા ગામના જિલ્લા ભાજપા મંત્રી તથા જિલ્લા પ્રમુખ સમસ્ત પ્રજાપતિ સમાજના પ્રકાશભાઇ ટાંક તથા ઉનાના વાવરડા ગામના  યુવા કાર્યકર શૈલેષભાઇ ડાંગોદરાએ ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ મટેલને  રૂબરૂ મળીઙ્ગ વાવરડીથી કાંધી રોડનું અધુરૂ કામ પૂર્ણ કરાવવા રજુઆત કરી હતી. ભડીયાદર નાડેજ થી વાવરડાનો રોઢ મંજુર કરવા તેમજ વાવરડાથી કાંધીના રોડનું કામ બે વર્ષથી અધુરૂ પડયું છે. કામ બે વર્ષથી અધુરૂ પડયું છે તે વહેલી તકે ચાલુ થાય તેવી લેખીત, મોૈખીક રૂબરૂ રજુઆત કરેલ નાયબ મુખ્યમંત્રીની તસ્વીર

(12:09 pm IST)