Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જોડીયામાં સ્વ.રંભાબેન ગણાત્રા સ્થાપિત હુન્નર શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

જોડીયા તા.૨૯ : જામનગર જિલ્લાની ગાંધી વિચારધારાને વરેલી સ્વાતંત્ર્ય સેનાની સ્વ. રંભાબેન ગણાત્રા (પૂ.રંભાફૈબા) સંસ્થાપિત રાષ્ટ્રવાદી મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઇ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળામાં સ્વતંત્ર ભારતના ૭૧માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ હતી.

આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજરક્ષક તરીકે કુ.રાઠોડ દક્ષા પ્રભુભાઇ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. ગણેવેશમા સજજ વિદ્યાર્થીનીઓના વિવિધ વૃંદોએ રાષ્ટ્રગીત, ઝંડાગીત, વંદેમાતરમનું તાલ સાથે લયબધ્ધ રીતે સમુહગાન કરેલ હતુ અને કોમીનારા લગાવ્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ સલામી આપ્યા બાદ કુ.બારીયા અરૂણા ધનાભાઇએ પ્રવચનમાં રાષ્ટ્રના વિકાસ માટે એકતા અને સમર્પણની ભાવના સાથે કામ કરવાની હાકલ કરી હતી. ત્યારબાદ મમતાબેન જોશીના માર્ગદર્શન હેઠળ સ્કાઉટ ગાઇડની વિદ્યાર્થીની બહેનો દ્વારા બેન્ડ સાથે પરેડ પરફોમન્સ રજૂ કરેલ.

હુન્નર શાળા તરફથી ધ્વજરક્ષક, ધ્વજનિક રાષ્ટ્રગીત, ઝંડાગીત, વંદેમાતરમના વૃંદો, સ્કાઉટ ગાઇડ બેંડ વગાડનાર બહેનો અને બાલમંદિરના બાળકો જે ભારતમાતા જય જવાન જય કિશાનને રોકડમાં પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરેલ તેમજ સંસ્થા તરફથી આ પર્વે ભાગ લેનાર દરેકને રોકડ પુરસ્કાર અપાયા. શાળાના ઇન્ચાર્જ આચાર્યા બહેન દિપીકાબેન સિંધવ તરફથી કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અંતર્ગત શાળામાં યોજાયેલ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ તેમાં મા.વિભાગમાં પ્રથમ નોયડા દિલસાદ દ્વિતીય પીંગળ કિંજલબા સી તૃતિય લોખીલ હીરલ ડી અને ઉ.મા. માં પ્રથમ ડાંગર ત્રિગુણા, દ્વિતીય ગૌસ્વામી નિરાલી ડી. તૃતિય ભટ્ટ તમન્ના એસને મળેલ છે. તેમને સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઇ સુખપરીયા એડવોકેટ સ્વ. બાબુલાલ તન્ના પરિવાર તેમજ છગનભાઇ વાંક પરિવાર તરફથી પુસ્તકો તેમજ સ્વામી વિવેકાનંદના ફોટોગ્રાફ અપાયા.

પ્રજાસતાકદિનની રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતા પર્વમાં સંસ્થાના સર્વે મહાનુભાવો અને શાળા તેમજ બાલમંદિરના દરેક કર્મચારીગણો ઉપસ્થિત રહ્યા હતા.

(12:08 pm IST)