Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ઉનામાં મુળ માલીકને ખોવાયેલો મોબાઇલ પરત કરીને એસ.ટી. કંડકટરની પ્રમાણીકતા

ઉના તા ૨૯  : એસ.ટી. બસમાં ખોવાઇ ગયેલ મોબાઇલ ફોન પરત મુળ મુસાફરને પરત કરતા કંડકટરે પ્રમાણીકતા બતાવી છે.

એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા કંડકટર દિપકભાઇ વાજાને દિવ-રાજકોટ રૂટની એસ.ટી. બસમાં એક એન્ડ્રોઇડ કિંમતી મોબાઇલ મળેલ હતો. તે મોબાઇલ ફોન ઉનાના દિપકભાઇ કાનજીભાઇ ભોય નો હોય, પડી ગયો હતો જેની સંપૂર્ણ ખરાઇ કરી કંડકટર દિપકભાઇ ઉના એસ.ટી. ડેપોના અધિકારી એ.ટી.આઇ. અયુબભાઇને આપી, મુળ મુસાફર દિપકભાઇ કાનજીભાઇને કિંમતી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પરત આપી પ્રમાણીકતા બતાવતા કંડકટર દિપકભાઇ વાજાને અભિનંદન મળી રહયા છે.

(12:07 pm IST)