Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ગોંડલ સરસ્વતી શિશુમંદિરે પ્રજાસત્તાક દિનની ઉજવણી

ગોંડલઃ ૨૬મી જાન્યુઆરીનાં રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે પ્રજાસતાક દિન પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં ધ્વજવંદન શ્રી ભુપતભાઈ ડાભી,ચેરમેન કોળી વિકાસ નિગમ, ગુજરાત રાજયનાં હસ્તે કરવામાં આવ્યું. ધ્વજવંદનની સાથે ૧૧ વિદ્યાર્થીઓએ દેશ – ભકિત, ભારતનું બંધારણ તથા ભારતનાં વીર ક્રાંતિકારીઓ વિશે પોતાનું વકતવ્ય રજુ કર્યું. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોલોજીકલ સ્પર્ધામાં 'જયોતિષ મહર્ષિ'ની પદવી મેળવવા બદલ વિદ્યાલયનાં વાલી શાસ્ત્રીજી પ્રકાશભાઈ મધુસુદનભાઈ ભટ્ટનું સન્માન કરવામાં આવ્યું. એ સિવાય વર્ષ દરમ્યાન અભ્યાસની સાથે સહ અભ્યાસીક પ્રવૃત્ત્િ।ઓમાં 'વિશિષ્ટ સિદ્ઘિ' પ્રાપ્ત કરનાર ૧૨૨ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, આચાર્યો, વ્યવસ્થાપક – ટ્રસ્ટીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા. છેલ્લે ભારતમાતાનું પૂજન કરવામાં આવેલ પ્રજાસત્તાક દિન ઉજવણીની તસ્વીરો.

(12:05 pm IST)