Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સામાજીક તથા ગીર ગોપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ રાજયપાલ-મુખ્યમંત્રીના હસ્તે ગોંડલ શ્રી ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજનું સન્માન

ગોંડલઃ ૭૧ માં ગણતંત્ર દિવસ નિમિતે ગુજરાત સરકાર દ્વારા ગોંડલ ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજનું તેમની સામાજીક તથા ગીર ગોપાલન ક્ષેત્રે વિશિષ્ઠ કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયના ગર્વનર આચાર્ય દેવવ્રત દ્વારા આચાર્ય ઘનશ્યામજી મહારાજનું શાલ ઓઢાડીને તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી જયેશભાઇ રાદડીયા સહીતએ સન્માનપત્ર  તથા સરદાર વલ્લભભાઇ પટેલના સ્મૃતિ ચિન્હ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનીટીનો મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. છેલ્લા પચાસ વર્ષથી ગીર ગાયોના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર તથા ભારત સરકાર સાથે રહી સમયે સમયે સરકારને રજુઆતો કરી સુચનો આપી વિરોધ દર્શાવીને સતત ગોપાલકો તથા પશુપાલકો-અશ્વપાલકોના હિત માટે કાર્યરત રહેલા આચાર્ય ઘનશ્યામજી મહારાજનું ગુજરાત સરકાર દ્વારા ગીર ગોપાલન ક્ષેત્રે વિશિષ્ઠ કામગીરી બદલ બહુમાન થતા ગોપાલકો તથા પશુપાલકો અને અશ્વ પાલકો તથા સમસ્ત બ્રહ્મ સમાજ અને ગોંડલનું ગૌરવની લાગણી અનુભવે છે. (તસ્વીરઃ અહેવાલઃ જયસ્વાલ ન્યુઝ-ગોંડલ)

(12:04 pm IST)