Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

હળવદમાં દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા મહિલાઓ જંગે ચઢી

હળવદ,તા.૨૯: શહેરમાં ચાલતી ચર્ચા મુજબઙ્ગ ે બુટલેગરો એટલી હદે ફાટીને ધુમાડે ગયા છે કેઙ્ગ ખુલ્લેઆમ ચાલતા દેશીદરૂના અડ્ડામાં દારૂડિયા અને બુટલેગરોના ત્રાસથી મહિલાઓ એટલી હદે ત્રાસી ગઈ છે કે ,મહિલાઓને દેશી દારૂની બદીને દૂર કરવા રીતસર જંગે ચઢવું પડ્યું છે..મહિલાઓએ આક્રોશ સાથે બળાપો ઠાલવ્યો હતો કે ,પોલીસ પોતાની ફરજ નિષ્ઠા ભૂલી ગઈ છે અમે મહિલાઓ ફાળો ઉદ્યરાવીને પોલીસને આપીશું.પણ હવે પોલીસ આ દારૂની બદીને કડક હાથે ડામે તે જરૂરી છે.

હળવદમા દારૂબંધી ખરેખર હાસ્યસ્પદ બની ગઈ હોઈ તેવું લોકો ને લાગી રહ્યું છે ત્યારેઙ્ગ દારૂબંધી માત્રઙ્ગ ઙ્ગ કહેવા પૂરતી રહી છે.હળવદમાં દારૂબંધીનું કયાંય અસ્તિત્વ જ નથી.

હળવદના ક્રિષ્ના પાર્ક સોસાયટીની સામે તોઙ્ગ ખુલ્લેઆમ દેશીદરૂના ધમધમે છે .બુટલેગરો છડેચોક દારૂ વેચે છે.જેના કારણે દારૂડિયાઓનીઙ્ગ મહેફિલો જામે છે.દારૂ પીને દ્યણી વખતતોઙ્ગ આ ક્રિષ્નાપાર્કઙ્ગ સોસાયટીમાં દારૂડિયા ઓ હંગામો મચાવે છે.જેના કારણે મહિલાઓ દ્યરની બહાર પણ નીકળી શકતી નથી.રોજેરોજનીઙ્ગ દારૂડિયાની હરકતોને કારણે મહિલાઓની ધીરજ હવે ખૂટી ગઈ છે.ગઈકાલે.સાંજે મહિલાઓએ મીડિયા સમક્ષ આવીને દારૂની બદીને દૂર કરવા જંગે ચઢી હતી.મહિલાઓએ જણાવ્યું હતું કે ,ે બસ હવે બહુ થયું પોલીસ દારૂની બદીને કડક હાથે ડામી દે તો જ અમને શાંતિ થશે.મહિલાઓની આ વાતથી પોલીસને કાંઈક.પગલાં લેવા નું મન થશે કે કેમ ??? તે જોવાનું રહ્યું.

(12:03 pm IST)