Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ભાવનગર એસટી ડેપોમાં ૮ લાખની રોકડચોરી કરનાર સિકયુરીટી ગાર્ડ સહીત ત્રણની ધરપકડ

યુ-ટયુબમાંથી પ્રેરણા લીધીઃ તાળા નહી તુટતા અંતે કટર વડે ચાર તાળા તોડી નાખેલ

ભાવનગર, તા., ર૯: ભાવનગર પોલીસે એસટી ડેપોમાં થયેલ રૂ.૮.ર૧ લાખની ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી એસટી ડેપોના જ સિકયુરીટી ગાર્ડ સહીત બેને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધા છે.

એસટી વિભાગીય કચેરીનાં કેશરૂમમાં ત્રાટકી ગઇ મોડી રાત્રે તસ્કરો રૂ. ૮.ર૧ લાખની રોકડ રકમની ચોરી કરી નાસી છુટયા હતા. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ, એલસીબી પોલીસ, એસઓજી પોલઇસે સંયુકત કામગીરી કરી ગણતરીની કલાકો માં જ ચોરીનો ભેદ ઉકેલ્યો છે અને ચોરાઉ મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે એસટી ડેપોમાં જ સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ હરદેવસિંહ સરવૈયા તથા એક સગીરેને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી વધુ પુછપરછ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપીએ યુટયુબમાં તાળુ કેવી રીતે તોડવુ તે જોઇ તાળા તોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ તાળુ નહી તુટતા કટર વડે ચાર તાળા તોડી ચોરી કરી હતી. આમ સોશ્યલ મીડીયામાં જોઇ ચોરી કરવાની પ્રેરણા મળી હોવાનું આરોપીએ જણાવ્યું હતુ઼.

(12:03 pm IST)