Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જસદણના ગોખલાણા રોડ ઉપર હેન્ડીક્રાટના કારખાનામાં ભયાનક આગ

જસદણ, તા.૨૯: જસદણના ગોખલાણા રોડ ઉપર રામેશ્વર નગર વિસ્તારમાં આવેલા હેન્ડીક્રાફ્ટ ના કારખાનામાં વહેલી સવારે કોઇ કારણોસર આગ ફાટી નીકળતા જસદણનું પાલિકાનું ફાયર ફાયટર દ્યટનાસ્થળે પહોંચ્યો હતો. ભયાનક આગ હોવાથી ગોંડલ નગરપાલિકાનું ફાયર ફાઈટર પણ બોલાવવામાં આવ્યું છે.

બનાવની વિગતો મુજબ જસદણના ગોખલાણા રોડ ઉપર રામેશ્વર નગરમાં ભારત હેન્ડીક્રાફ્ટ નામે હેન્ડીક્રાફ્ટની આઇટમો બનાવવાનું કારખાનું છે. આ ચાર માળના બિલ્ડિંગમાં વહેલી સવારે આગ લાગી હોવાની આસપાસના વિસ્તારના લોકોએ કારખાના સંચાલક ને જાણ કરતા જસદણ નગરપાલિકાના ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા. જસદણ નગરપાલિકાના બે ફાયર ફાઈટર આગ કાબુમાં લેવા પાણીનો સતત મારો ચલાવી રહ્યા છે. જોકે ચાર માળના મોટા બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી હોવાથી ગોંડલ થી પણ ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યું છે જસદણના ચિતલીયા રોડ ઉપર ગોવિંદ નગરમાં રહેતા ભારત હેન્ડીક્રાફ્ટઙ્ગ ના સંચાલક રાજુભાઈ બોદ્યરા ના જણાવ્યા મુજબઙ્ગ કારખાનામાં રહેલો કાચો પાકો માલ તેમજ બિલ્ડીંગ સહિત અંદાજે રૂપિયા પચાસ લાખથી વધારે રૂપિયાની નુકસાની થઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે હજુ સુધી આગ બુજાઇ નથી ફકત આગને કંટ્રોલ કરી શકાય છે. બનાવની જાણ થતાં જ જસદણ નગરપાલિકા ની ફાયર ફાઈટરની ટીમના પ્રતાપભાઈ સોલંકી, વાળાભાઈ, ભંડેરીભાઈ, સખીયાભાઈ સહિતનો સ્ટાફ નગર જસદણ નગરપાલિકાના બંને ફાયર ફાઈટર લઈને ઘટનાસ્થળે દોડી ગયો હતો.

(12:16 pm IST)