Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ફરી ઠંડી થોડી વધીઃ ગિરનાર ૬.૪ ડિગ્રી

લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડકનો અહેસાસ

રાજકોટ તા.૨૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારથી ફરી ઠંડીમાં થોડો વધારો થયો છે.

આજે ગિરનાર પર્વત ઉપર ૬. ૪ ડિગ્રી લઘુતમ તાપામાન નોંધાયુ છે અને લઘતુમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે.

બે દિવસ ઠંડીમાં રાહત રહ્યા બાદ આજે સવારથી ઠંડકમા ફરી વધારો શરૂ થયો છે.

જુનાગઢ

જુનાગઢઃ સોરઠમાં આજે ઠંડીનું મોજુ ફરી વળતા તાપમાનમાં ધરખમ ઘટાડો થયો હતો.

નવા સપ્તાહમાં બીજા દિવસે ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન વધીને ૧૫.૬ ડિગ્રી રહેતા ઠંડી ગાયબ થઇ ગઇ હતી પરંતુ તાપમાનનો પારો ૪.૪ ડિગ્રી નીચે ઉતરીને ૧૧.૨ ડિગ્રીએ સ્થિર થતાં ઠંડીનું જોર વધ્યુ હતું. જુનાગઢના ગિરનાર પર્વત ખાતે પણ ૬.૪ ડિગ્રી ઠંડી રહેતા પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઇ ગયો હતો.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહ્યુ હતુ જયારે ૪.૨ કિમીની ઝડપે ઠંડો પવન ફુંકાતા વાતાવરણ બર્ફીલુ થઇ ગયુ હતું.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૨૫ મહતમ,૧૧ લઘુતમ ૯૫ ટકા વાતાવરાણમાં ભેજનું પ્રમાણ ૭.૫ પ્રતિ કલા પવનની ગતિ રહી હતી.

 

સૌરાષ્ટ્ર-કચ્છમાં  કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન (ડિગ્રી)

ભેજનું પ્રમાણ (ટકા)

ગિરનાર પર્વત

૬.૪

૭૭

નલીયા

૬.પ

૬પ

જામનગર

૧૧.પ

૯પ

જુનાગઢ

૧૧.ર

૭૭

કેશોદ

૧૧.૬

૭પ

ભાવનગર

૧૪.૬

પ૬

પોરબંદર

૧૩.ર

૮૩

વેરાવળ

૧૪.૮

૬૭

દ્વારકા

૧૯.૧

૬૭

ઓખા

૧૬.૮

૭૧

ભુજ

૧૧.૦

૭૩

સુરેન્દ્રનગર

૧ર.પ

૭૩

ન્યુ કંડલા

૧૦.ર

૭૮

કંડલા એરપોર્ટ

૧૦.૧

૭૪

અમરેલી

૧૧.૬

૭૧

૪ મહાનગરો

ગાંધીનગર

૧૧.પ

૭૮

અમદાવાદ

૧ર.૧

૭૬

સુરત

૧પ.૦

૮૦

વડોદરા

૧પ.૮

૬૪

ગુજરાત

મહુવા

૧ર.૦

૭૭

દિવ

૧ર.૪

૬૭

વલ્લભવિદ્યાનગર

૧ર.૪

૮ર

(1:21 pm IST)